ગુજરાતનેશનલ

ગોધરાના 8 દોષિતોને SCએ જામીન આપ્યા, 4ને છોડવાનો ન્યાયાધીશોનો ઈનકાર

Text To Speech

સુપ્રીમ કોર્ટે 2002માં ગોધરામાં ટ્રેનના કોચને આગ લગાવીને 59 લોકોની હત્યા કરવાના દોષિત 8 લોકોને જામીન આપ્યા હતા. તમામ દોષિતોને નીચલી અદાલત અને હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. દોષિતોને 17-18 વર્ષ જેલમાં વિતાવવાના આધારે જામીન આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે નીચલી અદાલત દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવતા 4 દોષિતોને જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે.

Supreme Court
Supreme Court

અગાઉ 13મે, 2022ના રોજ કોર્ટે દોષિતોમાંના એક અબ્દુલ રહેમાન ધંતિયા ઉર્ફે કનકટ્ટોને છ મહિના માટે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા કારણકે તેની પત્ની ટર્મિનલ કેન્સરથી પીડિત હતી અને તેની પુત્રીઓ માનસિક બિમારીથી પીડિત હતી. 11 નવેમ્બર 2022ના રોજ કોર્ટે તેમના જામીનને 31 માર્ચ 2023 સુધી લંબાવી દીધા હતા.

ગયા વર્ષે ડિસેમ્બરમાં,સુપ્રીમ કોર્ટે ફારુક નામના દોષિતને જામીન આપ્યા હતા, જે આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો, કારણકે તે તેની સજાના 17 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે અને આ કેસમાં તેની ભૂમિકા ટ્રેનમાં પથ્થરમારાની હતી.

ગોધરા ટ્રેનની ઘટના ક્યારે બની?

જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ લાગી હતી. કોચમાં કાર સેવકો હતા, જેઓ અયોધ્યાથી આવી રહ્યા હતા. જેમાં 58 લોકો દાઝી ગયા હતા. ભારતના વિભાજન પછી ગોધરાની ઘટનાએ દેશમાં સૌથી ભયાનક કોમી રમખાણોને જન્મ આપ્યો હતો. માર્ચ 2011માં, ટ્રાયલ કોર્ટે 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા, જેમાંથી 11ને મૃત્યુદંડ અને બાકીના 20ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. અન્ય 63 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. 2017માં, ગુજરાત હાઇકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી અને 20 અન્યને આપવામાં આવેલી આજીવન કેદની સજાને યથાવત રાખી હતી. દોષિતો વતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી 2018થી પેન્ડિંગ હતી.

Back to top button