ટ્રેન્ડિંગધર્મ

અખાત્રીજ 2023: વર્ષો બાદ બની રહ્યો છે ગ્રહોનો દુર્લભ સંયોગ

Text To Speech
  • વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને અખા ત્રીજ કહેવાય છે.
  • આજે મેષ રાશિમાં ચતુર્ગ્રહીનો મહાસંયોગ બની રહ્યો છે.
  • અખા ત્રીજના દિવસે કોઇ પણ પ્રકારના માંગલિક કાર્યો કરી શકાય છે.

હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને અખા ત્રીજ એટલે કે અક્ષય તૃતિયા કહેવાય છે. આ વર્ષે અખાત્રીજ 22 એપ્રિલ, 2023 શનિવારના દિવસે છે. જ્યોતિષોના મત મુજબ આજનો અક્ષય તૃતિયાનો દિવસ અનેક શુભ યોગમાં મનાવાશે. જેના કારણે આ દિવસનું મહત્ત્વ વધી જાય છે.

વૈશાખ મહિનાની અક્ષય તૃતિયા પર શુભ મુહુર્ત બની રહ્યુ છે. 22 એપ્રિલના રોજ મેષ રાશિમાં ચતુર્ગ્રહીનો મહાસંયોગ બની રહ્યો છે. આ ઉપરાંત શુક્ર પોતાની સ્વરાશિ વૃષભમાં અને ઉચ્ચનો ચંદ્રમા. સ્વગૃહી શનિ કુંભ રાશિમાં હોવાથી અત્યંત શુભ સ્થિતિ બની રહી છે. એવી માન્યતા છે કે અક્ષય તૃતિયાના દિવસે જળ ભરેલા કળશ પર ફળ રાખીને દાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. અખા ત્રીજના દિવસે કોઇ પણ પ્રકારના માંગલિક કાર્યો કરી શકાય છે. આ દિવસે કોઇ પણ પ્રકારના મુહુર્ત જોવાની જરૂર પણ પડતી નથી. અખાત્રીજ 22 એપ્રિલ સવારે 7.49થી શરૂ થઇને 23 એપ્રિલ સવારે 7.47 વાગ્યે સમાપ્ત થશે.

અખાત્રીજ 2023: વર્ષો બાદ બની રહ્યો છે ગ્રહોનો દુર્લભ સંયોગ hum dekhenge news

શું છે અક્ષય તૃતિયાનું મહત્ત્વ

અક્ષય તૃતિયાનુ પર્વ સૌભાગ્ય પ્રાપ્તિ માટે પણ જાણીતું છે. આ દિવસે ગૌભૂમિ, તેલ, સ્વર્ણ, ઘી, વસ્ત્રો, ગોળ, ચાંદી, મધ અને કન્યા દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. એવું કહેવાય છે કે આ દિવસે કરાયેલા દાનનું ચાર ગણુ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે કરાયેલા પુણ્ય ક્યારેય નષ્ટ જતા નથી.

અખાત્રીજ પર બની રહ્યા છે 6 શુભ યોગઃ ધન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય hum dekhenge news

બની રહ્યા છે આ શુભ યોગ

ત્રિપુષ્કર યોગઃ 22 તારીખે સવારે 5.49થી સવારે 7.49 સુધી
આયુષ્માન યોગઃ 22 તારીખે સવારે 9.26 સુધી
સૌભાગ્ય યોગઃ 22 તારીખે સવારે 9.36થી આખી રાત સુધી
રવિ યોગઃ 22 તારીખે રાતે 11.24થી શરૂ થઇને 23 એપ્રિલ સવારે 5.48 સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગઃ 22 તારીખે રાતે 11.24થી 23 એપ્રિલ સવારે 5.48 સુધી
અમૃત સિદ્ધિ યોગઃ 22 તારીખે રાતે 11.24થી બીજા દિવસે સવારે 5.48 સુધી

આ પણ વાંચોઃ કેદારનાથ ખીણમાં 7 કેમેરા લગાવાશે, હેલિકોપ્ટરને અકસ્માતથી બચાવવા લેવાયો નિર્ણય

Back to top button