ગુજરાતમધ્ય ગુજરાત

ભાવનગરના ડમી કૌભાંડ બાદ આ જિલ્લામાં નકલી માર્કશીટ કૌભાંડ ઝડપાયું

  • ખેડા પોલીસે નકલી માર્કશીટના રેકેટનો પર્દાફાશ કર્યો
  • SSC, HSC, BA, B.Comની નકલી માર્કશીટ બનાવતો હતો
  • નકલી માર્કશીટ કૌભાંડના તાર યુપી સુધી જોડાયેલા હોવાનું ખુલ્યું

રાજ્યમાં એક બાદ એક મોટા કૌભાંડને લઈને ખુલાસા થઈ રહ્યા છે. ભાવનગરના ડમી કાંડથી સમગ્ર રાજ્યમા હડકંપ મચી ગયો છે. ત્યારે ગુજરાતના ખેડા જિલ્લામાથી નકલી માર્કશીટનું રેકેટ ઝડપાયું છે. ખેડા પોલીસે આ નકલી માર્કશીટના રેકેટનો પર્દાફાશ કર્યો છે.

ખેડામા નકલી માર્કશીટ કૌભાંડ ઝડપાયાયું

ભાવનગરના ડમીકાંડ બાદ હવે નકલી માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું છે. ખેડા જિલ્લામાંથી નકલી માર્કશીટનું રેકેટ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ખેડા પોલીસે નકલી માર્કશીટના આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ખેડા પોલીસે ઠાસરાના નેસ ગામમાંથી આ કૌભાંડમાં સામેલ કિરણ ચાવડા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. તપાસમાં આરોપી વિદેશ જવા માટે નકલી માર્કશીટ બનાવાતી હોવાનું સામે આવ્યું છે.

ખેડા પોલીસ-humdekhengenews

ઉત્તરપ્રદેશના આરોપીની સંડોવણી

ખેડામાં SSC, HSC, B.A., B.com. સહિત સરકારી શૈક્ષણિક‌ સંસ્થાની નકલી માર્કશીટ બનાવવાનું રેકેટ ઝડપાયું છે. ખેડા LCB પોલીસ દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામા આવ્યો છે.પોલીસ દ્વારા આરોપીની તપાસ કરાતા તેની પાસેથી 60 નકલી માર્કશીટ મળી આવી હતી. પોલીસે તમામ માર્કશીટો કબ્જે કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા તપાસ કરાતા આ નકલી માર્કશીટ કૌભાંડના તાર યુપી સુધી જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. કૌભાંડમાં ઉત્તરપ્રદેશના આરોપીની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

કેવી રીતે નકલી માર્કશીટનો થયો પર્દાફાશ ?

ખેડા LCB પોલીસે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ખેડા પોલીસે બાતમાને આધારે ઠાસરાના નેસ ગામના કિરણ ચાવડા નામના વ્યક્તિને દબોચી લેતાં આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.આરોપીને ઝડપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં આવા SSC, HSC સહિત સરકારી શૈક્ષણિક‌ સંસ્થાની કુલ 60 માર્કશીટો મળી આવી હતી. આરોપીની પોલીસ દ્વારા કડક પૂછપરછ કરતા આ માર્કશીટો નકલી હોવાની તેણે કબૂલાત કરી હતી. આ મામલે તપાસ કરતા આણંદના થામણાના શખ્સ અને ઉત્તરપ્રદેશના શખ્સની સંડોવણી હોવાનું જાણવા મળ્યુ છે. તેમજ આરોપી પોતાના આર્થિક લાભ માટે વિદેશ જવા માટે નકલી માર્કશીટ બનાવતો હોવાનું સામે આવ્યું છે.

 આ પણ વાંચો : સુરતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો ! વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાયા

Back to top button