યુવરાજસિંહે પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું ?
ડમીકાંડમાં નામ ન લેવા બાબતે પૈસા લેવાનો આરોપ લાગ્યા બાદ યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસ દ્વારા નિવેદન લેવા માટે સમન્સ પાઠવવામા આવ્યું હતું ત્યારબાદ યુવરાજસિંહ પ્રથમ સમન્સમાં તબિયત લથડતા હાજર રહ્યા ન હતા અને પોલીસ પાસે સમય માંગ્યો હતો જે બાદ પોલીસે ફરી સમન્સ પાઠવી 21 એપ્રિલ એટલે કે આજે હજાર રહેવા સમન્સ પાઠવ્યું હતું. ત્યારે આજે સવારે યુવરાજસિંહે પોલીસ સમક્ષ જતાં પહેલા મીડિયા સાથે વાત કરી હતી.
આ પણ વાંચો : પોલીસ સમક્ષ હાજર થતાં પૂર્વે યુવરાજસિંહ ખોલશે કૌભાંડોની ‘ગુજરાત ફાઇલ્સ’ ?
મીડિયા સાથે વાત કરતાં યુવરાજે કહ્યું હતું કે મારી પાસે 30 કૌભાંડીઓના નામ છે. આ કૌભાંડ 2004 થી શરૂ છે. અગાઉ મે અવધેશ પટેલ, અવિનાશ પટેલ, જાશું ભીલ, હિરેન પટેલ સહિતના નામ આપ્યા હતા તેમ છતાં તેમણે કેમ જવાબ આપવા ન બોલાવ્યા. અત્યારે મારી સાથે રાજકીય કિન્નાખોરી થઈ રહી છે. પોલીસની કામગીરી પણ સમગ્ર મામલે શંકાના ઘેરામાં હોવાનું યુવરાજસિહે કહ્યું હતું. વધુમાં યુવરાજસિંહે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે આ મામલે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વઘાણીની પણ પૂછપરછ થવી જોઈએ અને સાથે અસિત વોરાનું પણ સમન્સ નીકળવું જોઈએ. વધુમાં યુવરાજે કહ્યું હતું કે મે ખેસ પહેર્યો નથી એટલે મને હેરાન કરવામાં આવી રહ્યો છે. મને ગમે ત્યારે પતાઈ દેવામાં આવશે, હિત એન્ડ રનમાં પણ મને પતાવી શકે છે તેમ યુવરાજસિંહે કહ્યું હતું. હવે યુવરાજસિંહ દ્વારા લગાવવામાં આવેલ આરોપોમાં કેટલું તથ્ય છે તે આવનાર સમય જોવું રહ્યું.