- દિલ્હીના સાકેત કોર્ટમાં ગોળીબારની ઘટના
- હુમલાખોરે જુબાની આપવા આવેલી મહિલા પર ગોળી ચલાવી
- દિલ્હી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
દિલ્હીના સાકેત કોર્ટ સંકુલમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. એક અજાણ્યા હુમલાખોરે આજે સવારે કોર્ટમાં એક મહિલાને ગોળી મારી હતી. ગોળી વાગવાથી મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતી. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર વકીલના વેશમાં કોર્ટમાં આવ્યો હતો.
સાકેત કોર્ટમાં મહિલા પર ગોળીબાર
રાજધાની દિલ્હીની કોર્ટ પણ હવે સુરક્ષિત નથી.આજે સવારે સાકેત કોર્ટમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. સાકેત કોર્ટમાં સવારે એક મહિલાને ગોળી મારવામાં આવી છે. આ મહિલાને જુબાની માટે કોર્ટમાં લાવવામાં આવી હતી.આ દરમિયાન તેની પર ગોળી ચલાવવામા આવી હતી.
Delhi: A woman has been injured in an incident of firing at Saket court. Four rounds were fired. Police on the spot.
(Warning: Disturbing visuals)
Visuals confirmed by police. pic.twitter.com/vdaUBqZxmp— ANI (@ANI) April 21, 2023
મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ
મહિલાને ગોળી વાગતા NSC પોલીસ સ્ટેશન પ્રમુખે મહિલાને પોતાની કારમાં હોસ્પિટલમાં લઈ જઈને દાખલ કરી છે. આ ઘટના બાદ દિલ્હી પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. માહિતી મળ્યા બાદ તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર વકીલના વેશમાં કોર્ટમાં આવ્યો હતો. આ હુમલાખોરે મહિલા પર એક પછી એક ચાર ગોળીઓ ચલાવી હતી જેથી મહિલા લોહીલુહાણ થઈ ગઈ હતી.
આ પણ વાંચો : અરવલ્લીમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના, પ્રત્યક્ષદર્શીએ કર્યો મોટો ખુલાસો