ઉત્તર ગુજરાતગુજરાત

અરવલ્લીમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના, પ્રત્યક્ષદર્શીએ કર્યો મોટો ખુલાસો

Text To Speech
  • અરવલ્લીમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 4 મજૂરોના મોત
  • હેમખેમ બચેલા પ્રત્યક્ષદર્શીનું મોટું નિવેદન આપ્યું
  • ફેક્ટરીમાં ટેસ્ટિંગ વખતે ફટાકડામાં બ્લાસ્ટ થયો

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગઈ કાલે એક ફટાકડાની ફેક્ટરી ભીષણ આગ લાગી હતી.જેમાં 4 મજૂરોના મોત થયા હતા. ત્યારે આ ઘટના અંગે મોટો ખુલાસો થયો છે. ઘટનામાં હેમખેમ બચેલા પ્રત્યક્ષદર્શીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ફેક્ટરીમાં ટેસ્ટિંગ વખતે ફટાકડામાં બ્લાસ્ટ થયો હોવાનું ખુલ્યું છે.

ફટાકડાની ફેક્ટરી આગની ઘટના

ગઇકાલે મોડાસાના લાલપુરકંપા પાસે એક ફટાકડાની ફેક્ટરી ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ફેક્ટરીમાં આગ લાગતા કામ કરી રહેલા 4 મજૂરો જીવતા ભૂંજાયા હતા. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયરનો પકાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને 15 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. આગની આ ઘટનામાં 4 લોકોના મોત થયા હતા અને 5ને હેમખેમ બચાવી લેવામા આવ્યા હતા, જ્યારે આગમાં 8 કાર, 15 બાઈક, 2 ટ્રક બળીને ભળથું થઈ ગયું હતું.

અરવલ્લીમાં આગ-humdekhengenews

પ્રત્યક્ષદર્શીએ કર્યો મોટો ખુલાસો

ગઈ કાલે આ ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનાને લઈને આજે મોટા ખુલાસા થયા છે. આગની આ ઘટનામાં બચેલા પ્રત્યક્ષદર્શીએ આ ઘટના અંગે મોટુ નિવેદન આપ્યું છે. પ્રત્યક્ષદર્શીનાજણાવ્યા પ્રમાણે મૃતક શ્રમિકો નવીન મકાનનું કામ કરતા હતા આ દરમિયાન ફેક્ટરીમાં ટેસ્ટિંગ વખતે ફટાકડામાં બ્લાસ્ટ થયો હતો. બીજા બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. જે આખી ફેક્ટરીમાં પ્રસરી ગઈ હતી.

ગોડાઉન માલિક અને તેના ભાઈ સામે ફરિયાદ

આગની આ ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ ઘટના બાદ ગોડાઉન માલિક અને તેના ભાઈ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અને તેઓ વિરુદ્ધ માનવ વધનો ગુનો દાખલ કરી પોલીસે તેમને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. અને ફટાકડા ગોડાઉનના માલિક પાસે ફાયર એનઓસી અને અગ્નિશામકના સાધનો અંગે પણ તપાસ કરાશે.

 આ પણ વાંચો : પ્રવાસી મજૂરોને લઇ સુપ્રીમ કોર્ટનો ચુકાદો, તમામ રાજ્યોને આટલા સમયમા રેશન કાર્ડ આપવા આદેશ

Back to top button