ગુજરાત

રખડતા ઢોર માટેની નવી પોલિસીની દરખાસ્ત AMC કમિશનરને પરત મોકલાઇ

Text To Speech
  • હાઇકોર્ટના ટકોર બાદ એક પોલિસી તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો
  • પોલિસી કસ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવી ન હતી
  • નવી પોલિસીની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનરને પરત મોકલી

અમદાવાદ મહાનગરપાલિકાએ રખડતા ઢોર માટેની નવી પોલિસીની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનરને પરત મોકલી છે. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા નિવારવા માટે હાઇકોર્ટના ટકોર બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક પોલિસી તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં ગરમી વચ્ચે વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા 

કસ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવી ન હતી

ઉલ્લેખનીય છે કે ગત સેન્ડિંગ કમિટીમાં આ માટેની દરખાસ્ત લાવવામાં આવી હતી. જે કસ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવી ન હતી. ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં બીજી વખત આ કામ લાવવામાં આવ્યું અને તે પણ મંજુર કરવાની બદલે પરત મોકલવામાં આવ્યું છે. રખડતા ઢોર માટેની પોલીસી માટેની દરખાસ્ત કમિશનરને પરત મોકલવામાં આવી છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં જાહેર શૌચાલયના મેઈન્ટેનન્સનો ખર્ચ જાણી રહેશો દંગ 

આ દરખાસ્તમાં હજુ કયા સુધારા વધારા થઈ શકે છે તે અંગે ચર્ચા થશે

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે આ દરખાસ્તમાં હજુ કયા સુધારા વધારા થઈ શકે છે તે અંગે ચર્ચા કરવામાં આવશે. સરકાર સાથે પણ ચર્ચા કરવામાં આવશે અને આથી જ આ કામ પરત મોકલવામાં આવ્યું છે. આમ જે રીતે કોર્પોરેશનના સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા પોલિસીનું કામ પરત મોકલવામાં આવ્યું છે તે જોતા એવું કહી શકાય કે હજુ પોલિસીના અમલીકરણને લાંબો સમય વીતી જાય તેમ લાગી રહ્યું છે.

Back to top button