નેશનલ

કર્ણાટક ચૂંટણી : સ્‍ટાર પ્રચારક માટે હેલિકોપ્‍ટર અને ચાર્ટર પ્‍લેનનું ભારે બુકિંગ

Text To Speech
  • અંદાજે 40 કરોડ સુધીના ખર્ચનું અનુમાન
  • લગભગ 250 હેલિકોપ્‍ટર અને પ્‍લેન બુક કરવામાં આવ્‍યા
  • નેતાઓ ચાર્ટર ફ્લાઈટમાં આવવાનું કરે છે પસંદ

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જેમ જેમ વેગ પકડે છે તેમ તેમ ચાર્ટર પ્‍લેન અને હેલિકોપ્‍ટરની માંગ વધી છે. પાર્ટીઓ તેમના સ્‍ટાર પ્રચારકો માટે હેલિકોપ્‍ટર અને પ્‍લેન બુક કરાવી રહી છે. સાથે જ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ પ્રતિ કલાકના ધોરણે ભાડું વધાર્યું છે.

એક મહિના અગાઉથી થઈ ગયું બુકીંગ

સૂત્રોના જણાવ્‍યા અનુસાર લગભગ 250 હેલિકોપ્‍ટર અને પ્‍લેન બુક કરવામાં આવ્‍યા છે. આ બુકિંગ ભાજપ, કોંગ્રેસ અને જેડી-એસ દ્વારા તેમના સ્‍ટાર પ્રચારકો માટે કરવામાં આવ્‍યું છે. મળતી માહિતી મુજબ રાજ્‍યમાં લગભગ 100 હેલિકોપ્‍ટર અને પ્‍લેન બુક કરવામાં આવ્‍યા છે. ગોવા, મહારાષ્‍ટ્ર અને આંધ્રપ્રદેશમાંથી લગભગ 150 ચાર્ટર હેલિકોપ્‍ટર અને એરક્રાફ્‌ટ બુક કરવામાં આવ્‍યા છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આ બુકિંગ લગભગ એક મહિના અગાઉથી કરવામાં આવ્‍યું હતું.

નેતાઓ ચાર્ટર ફ્લાઈટમાં આવવાનું કરે છે પસંદ

આગામી થોડા દિવસોમાં ઉમેદવારી પત્રો પૂર્ણ થતાની સાથે જ જોરદાર ચૂંટણી પ્રચાર શરૂ થઈ જશે. તમામ પક્ષોના મોટા નેતાઓ રાજ્‍યના વિવિધ વિસ્‍તારોની મુલાકાત લેવાના છે. ઘણા નેતાઓ નિયમિત ફ્‌લાઇટમાં આવવાને બદલે ચાર્ટર ફ્‌લાઇટમાં આવવાનું પસંદ કરે છે અને પછી હેલિકોપ્‍ટર દ્વારા રાજ્‍યના અન્‍ય વિસ્‍તારોની મુલાકાત લે છે.

2018માં ભાજપે 17.20 કરોડનો ખર્ચ કર્યો

2018 ની છેલ્લી ચૂંટણીમાં, ભાજપે રાજ્‍ય અને કેન્‍દ્રીય અધિકારીઓ માટે હવાઈ મુસાફરી પર 17.20 કરોડ રૂપિયા ખર્ચ્‍યા હતા. ચૂંટણી પંચના ડેટા અનુસાર. જ્‍યારે કોંગ્રેસે રૂ.10.50 કરોડનો ખર્ચ કર્યો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે આ વર્ષે હવાઈ મુસાફરીનો ખર્ચ 35-40 કરોડ રૂપિયા સુધી પહોંચવાની આશા છે

Back to top button