ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ-કાશ્મીર : સેનાના વાહનમાં લાગી આગ, ચાર જવાન શહીદ

Text To Speech
  • પુંછ-જમ્મુ નેશનલ હાઈવે પર સેનાના વાહનમાં આગ
  • પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે ઘટના સ્થળે
  • ઘટનામાં ચાર જવાનો થયા શહીદ

છેલ્લા ઘણા સમયથી આગ લાગવાની ઘટનાઓમાં નોંઘપાત્ર વધારો થયો છે. ત્યારે આજે જમ્મુ-કાશ્મીરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જમ્મુ-કાશ્મીરના પુંછમાં સેનાના એક વાહનમાં આગ લાગવાના સમાચાર છે. વાહનમાં આગ લાગવાથી ચાર જવાન શહીદ થયા છે.

પુંછ સેક્ટરમાં સેનાના વાહનમાં આગ

આજે જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં સેનાના એક વાહનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પુંછ-જમ્મુ નેશનલ હાઈવે પર સેનાના વાહનમાં આગની ઘટના પગલે અહી ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતાફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબૂ મેળવવા માટે બચાવ કાર્ય શરૂ કરી દીધુ છે.

આગ લાગવાનું કારણ  અકબંધ

પુંછ સેક્ટરમાં સેનાના એક વાહનમાં આગ લાગવાને કારણે ચાર જવાનો શહીદ થયા હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જો કે હાલમાં આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી.પોલીસે કેસ નોંધી લીધો છે અને સેનાએ પણ પોતાના સ્તરે આ મામલાની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : સુરત કોર્ટનો નિર્ણય ગાંધી પરિવારના મોઢા પર થપ્પડ : સંબિત પાત્રા

Back to top button