ટ્રેન્ડિંગધર્મ

અક્ષય તૃતિયા ક્યારે? ખાસ યોગમાં લાભ મેળવવા માટે  કરો આ કામ

  • આજે કરો પ્રોપર્ટી કે સોનાની ખરીદી
  • આજનો દિવસ ગણાય છે વણજોયુ મુહુર્ત
  • આજે દાનનું પણ હોય છે ખૂબ મહત્ત્વ

હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને અક્ષય તૃતિયા કે અખાત્રીજ કહેવામાં આવે છે. આ તારીખ ખુબ ખાસ હોય છે. આ દિવસે લોકો સોનાની ખરીદી, વાહનની ખરીદી કોઇ પ્રોપર્ટીની ખરીદી કે ગૃહ પ્રવેશ જેવા શુભ કામ કરે છે. આ વખતે 22 એપ્રિલ શનિવારના રોજ આ પર્વ મનાવવામાં આવશે. આ દિવસે બનનારા ખાસ યોગ આ દિવસનું મહત્ત્વ વધારી દે છે. આજે પરશુરામ જયંતિ પણ છે અને આજથી બદ્રીકેદાર યાત્રાનો પ્રારંભ પણ થઇ રહ્યો છે.

અક્ષય તૃતિયા ક્યારે? અક્ષય લાભ મેળવવા માટે ખાસ કરો આ કામ hum dekhenge news

આ દિવસે દાનનું પણ છે મહત્ત્વ

અખા ત્રીજના દિવસે કરાયેલા કામમાં આગળ જતા પણ બરકત આવે છે. તેથી કોઇ મુહુર્ત જોયા વગર પણ આ દિવસે શુભ કાર્યો કરવામાં આવે છે. આ દિવસે દાનનું પણ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરાયેલા દાનનું અક્ષય પુણ્ય મળે છે.

શાસ્ત્રોમાં કહેવાય છે યુગાદિ તિથિ

શાસ્ત્રોમાં અક્ષય તૃતિયા એટલે કે અખા ત્રીજને યુગાદિ તિથિ કહેવાય છે. આ દિવસે ઘણા ગુણોનો આરંભ થયો છે. એવું પણ કહેવાય છે કે આ દિવસે સતયુગ અને ત્રેતાયુગનો આરંભ થયો હતો. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે ધરતી પર ભગવાન વિષ્ણુના ઘણા રૂપોએ અવતાર લીધો હતો. તેમાં છઠ્ઠો અવતાર ભગવાન પરશુરામનો હતો. પુરાણોમાં તેમનો જન્મ અખાત્રીજે થયો હતો. એટલે આ દિવસે પરશુરામ જયંતિ પણ ઉજવવામાં આવશે.

 

અક્ષય તૃતિયા ક્યારે? અક્ષય લાભ મેળવવા માટે ખાસ કરો આ કામ hum dekhenge newsબદ્રીનાથ અને બાંકે બિહારીના દર્શન

અક્ષય તૃતિયા પર ચાર ધામમાંથી એક ભગવાન શ્રી બદ્રીનાથના પટ ખુલે છે. સાથે મથુરામાં શ્રી બાંકે બિહારીના ચરણોના દર્શન કરાવવામાં આવે છે. આખુ વર્ષ બાંકે બિહારીના પગ વસ્ત્રોથી ઢંકાયેલા રહે છે. એવુ કહેવાય છે કે આ દિવસે જે તેમના પગના દર્શન કરે છે તેમને સ્વર્ગમાં સ્થાન મળે છે.

માં અન્નપુર્ણાનો જન્મોત્સવ અને અક્ષય પાત્રની પ્રાપ્તિ

પુરાણો અનુસાર અન્નની દેવી ગણાતી માં અન્નપુર્ણાનો જન્મ અખાત્રીજના દિવસે થયો હતો. એવી માન્યતા છે કે માં અન્નપુર્ણાની પુજા અને ધન-અન્નનું આ દિવસે જે વ્યક્તિ દાન કરે છે, તેના ઘરે અન્નના ભંડારો ખુટતા નથી. આ શુત્ર દિવસે જ યુદ્ધિષ્ઠિરને અક્ષય પાત્રની પ્રાપ્તિ થઇ હતી. મહર્ષિ વેદવ્યાસે આજના દિવસે જ મહાભારત લખવાનું શરૂ કર્યુ હતુ. આ દિવસે દાનનું પણ વિશેષ મહત્ત્વ છે.

આ પણ વાંચોઃ બેડરૂમમાં ન રાખતા આ વસ્તુઓઃ બનશે કંકાસનું ઘર

Back to top button