Jamnagar : સલામત સવારીનો કાચ તૂટતાં બે યુવકો નીચે પટકાયા
સલામત સવારીની મોટી વાતો થતી હોય અને આવા દ્રશ્યો સામે આવતા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ સમાચાર વાંચ્યા પછી તમે સલામત સવારીમાં ચઢતા પહેલા 100 વાર વિચારશો. આજે સવારે ધોરેલથી જામનગર વાળા રસ્તા તરફ વ્યસ્ત ટ્રાફિકમાં રસ્તા પર વાહનોની અવરજવર ચાલી રહી હતી. દરમિયાન એક બસ આ રસ્તા પર આવે છે. બસમાં ઘણા મુસાફરો પણ સવાર હતા જેમાં વિદ્યાર્થીઓ પણ સવાર હતા.
આ પણ વાંચો : Weather Update : હવામાન વિભાગની આગાહી, જાણો આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ?
સલામત સવારીનો કાચ તૂટતાં બે યુવાનો નીચે પટકાયા #જામનગર pic.twitter.com/TXXFYBtIMj
— Hum Dekhenge News (@humdekhengenews) April 20, 2023
બસ જ્યારે આ રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક સ્પીડ બ્રેકર પાસે અચાનક બસનો પાછળનો કાચ તૂટી જાય છે. જેના કારણે પાછળની સીટ પર બેઠેલા લોકો રોડ પર પડી જાય છે. બસ બ્રેકર પર કુદતા જ કાચ અચાનક તૂટી જાય છે. જેના કારણે આ ઘટના બની છે. તમને જણાવી દઈએ કે આ ઘટના જામનગર જિલ્લાના ધોરલની છે. આ બસમાં બેસીને લોકો જામનગર જઈ રહ્યા હતા. બસમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ હતા, જેમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ બસના પાછળના ભાગે ઉભા હતા. બ્રેકર પર વાહન ઉછળવાથી કાચ તૂટી ગયો હતો. આ પછી કેટલાક વિદ્યાર્થીઓ નીચે પડી ગયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ ગુજરાત રાજ્ય પરિવહન દ્વારા ચલાવવામાં આવે છે. આ પ્રકારની ઘટના સામે આવતા કહી શકાય કે રાજ્ય પરિવહનની બસો કેટલી જૂની છે, જેના કારણે આ વાયકા જોવા મળી રહી છે.