ગુજરાત રાજ્યમાં માર્ચ અને એપ્રિલની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ એપ્રિલ માસના મધ્યમા રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. ત્યારબાદ હમણાં બે દિવસ અગાઉ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ આગામી 5 દિવસ ગુજરાતનું વાતાવરણ બિલકુલ સૂકું રહેશે.
આ પણ વાંચો : તલાટી પરીક્ષા : સંમતિ પત્ર ભરવાનો સમય પૂર્ણ, માત્ર 50 ટકા ઉમેદવારોએ જ ભર્યા સંમતિપત્ર
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત અન્ય વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે આગામી 5 દિવસ હવે કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ નહિવત છે. ઉલીખનીય છે કે રાજ્યમાં વર્ષની શરૂઆતથી જ કમોસમી વરસાદને પગલે જગતના તાતને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદની લીધે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું.