ગુજરાત

ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી સુશીલાબેન શેઠનું નિધન, 95 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

Text To Speech
  • ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી સુશીલાબેન શેઠનું અવસાન
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ
  • રાજકીય પક્ષોમાં શોકનું મોજું ફરી વળ્યું

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ડો.સુશીલાબેન શેઠનું આજે નિધન થયું છે. સુશીલાબેન શેઠ રાજકોટની અનેક સેવાભાવી સંસ્થાના પાયાના પથ્થર અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી હતી. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા.

ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી સુશીલાબેન શેઠનું નિધન

ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી સુશીલાબેન શેઠનું આજે નિધન થયું છે. સુશીલાબેન શેઠના નિધનના સમાચાર મળતા રાજકીય પક્ષોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓ ઘણા સમયથી બિમાર હતા અને છેલ્લા 20-25 દિવસથી તેઓ એશિયન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ત્યારે આજે સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. સુશીલા બેન શેઠે 95 વર્ષની વયે આજે સવારે અંતિમ શ્વાસ લીધા છે. તેમની પ્રાર્થનાસભા શનિવારે કેશવલાલ તિલકચંદ શેઠ વિધાભવન,કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે ઢેબર રોડ નજીક સાંજે 4 થી 6 વાગ્યા સુધી રાખવામાં આવી છે.

સુશીલાબેન શેઠ-humdekhengenews

સુશીલાબેન શેઠ વિશે વધુ વિગતો

સુશીલાબેન શેઠ રાજકોટના કાન્‍તા સ્ત્રી વિકાસ ગૃહ અને જી.ટી. શેઠ હોસ્‍પિટલ થકી કરતા સેવાના કાર્યો હતા. સુશીલાબેન સાતમી ગુજરાત વિધાનસભાના સભ્ય, ગુજરાત સરકારમાં સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા વિભાગના રાજયકક્ષાના મંત્રી રહ્યા હતા.તેઓ ગુજરાત રાજયના આરોગ્યમંત્રી પદે પણ સેવા આપી હતી.

 આ પણ વાંચો :દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં ઉછાળો, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

Back to top button