યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાનું 85 વર્ષની વયે નિધન, બોલીવૂડ બન્યું ગમગીન
- આજે સવારે મુંબઈની લીલાવતી હોસ્પિટલ ખાતે નિધન
- મલ્ટિઓર્ગન ફેલ્યોર થવાને કારણે થયું નિધન
- છેલ્લે ડોક્યુમેન્ટ્રી ‘ધ રોમેન્ટિક્સ’માં જોવા મળી હતી
યશરાજ ફિલ્મના શેઠાણી અને યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાનું આજે સવારે 20 એપ્રિલે નિધન થયું હતું. તેણી 85 વર્ષની હતી. પામેલા ચોપરા એક પ્રખ્યાત ભારતીય પ્લેબેક સિંગર હતી. તે એક ફિલ્મ લેખક અને નિર્માતા પણ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે છેલ્લા 15 દિવસથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતી. ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખ્યા હતા પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. આજે તેમણે અંતિમ શ્વાસ લીધા.
— Yash Raj Films (@yrf) April 20, 2023
મલ્ટિઓર્ગન ફેલ્યોર થવાને કારણે થયું મોત
પામેલાના મૃત્યુની પુષ્ટિ લીલાવતી હોસ્પિટલના ડો. પ્રહલાદ પ્રભુદેસાઈ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે પામેલા ચોપરાનું નિમોનિયા, શ્વાસ લેવામાં તકલીફ અને મલ્ટીઓર્ગન ફેલ્યોર થવાને કારણે મૃત્યુ થયું હતું અને આજે સવારે તેમનું નિધન થયું હતું. તમને જણાવી દઈએ કે પામેલાએ 1970માં યશ ચોપરા સાથે લગ્ન કર્યા હતા. પામેલા યશ ચોપરાની બીજી પત્ની હતી.
આ પણ વાંચો : આખરે કોના માટે આદિત્ય ચોપરા કહ્યું, અમે તેને સ્ટાર ન બનાવી શક્યા !
પામેલા લેખક-ગાયક પણ હતી
પામેલાની ઓળખ લેખક-ગાયક તરીકે પણ હતી. તેણે કેટલીક ફિલ્મોમાં ગીતો પણ ગાયા હતા, જેમાં કભી કભી, નૂરી, ચાંદની, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, મુઝસે દોસ્તી કરોગી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. યશ રાજની ફિલ્મોમાં નિર્માતા તરીકે તેનું નામ પણ ઘણી વખત પડદા પર આવ્યું હતું. પામેલા અને યશને બે પુત્રો છે. – આદિત્ય ચોપરા અને ઉદય ચોપરા.
આ પણ વાંચો : ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ શૂટિંગ સેટથી આલિયાનો વિડીયો લીક થયો, ચાહકોમાં ઉત્સાહ
પામેલા છેલ્લે ડોક્યુમેન્ટ્રી ‘ધ રોમેન્ટિક્સ’માં જોવા મળી હતી
પામેલા ચોપરા છેલ્લે YRF ડોક્યુમેન્ટ્રી ‘ધ રોમેન્ટિક્સ’માં જોવા મળી હતી. આ ડોક્યુમેન્ટ્રીમાં તેણે તેના પતિ યશ ચોપરા અને તેની સફર વિશે વાત કરી હતી. ‘ધ રોમેન્ટિક્સ’ માત્ર હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં યશ ચોપરાના યોગદાન પર જ નહીં પરંતુ પામેલાના યોગદાન પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. શોમાં પામેલાએ એ દિવસોને યાદ કર્યા જ્યારે નિર્માતા તરીકેની તેમની પ્રથમ ફિલ્મ (દાગ, 1973) ની રજૂઆત પહેલા દિગ્દર્શકે ઘણી ઊંઘ વિનાની રાતો વિતાવી હતી. સ્ત્રી પરિપ્રેક્ષ્ય કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે યશ ઘણીવાર તેની પત્નીનો સંપર્ક કરતો હતો.