ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠામાં આગની બે ઘટના, ધાનેરા રોડ પર બોલેરોમાં તો, અંબાજીમાં ઘરમાં લાગી આગ

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં આગ લાગવાની બે ઘટનાઓ બનવા પી છે. જેમાં ધાનેરા રોડ પર એક બોલેરો જીપ આગમાં સપડાઈ હતી. જ્યારે અંબાજીમાં એક સોસાયટીમાં આવેલા મકાન માં આગ લાગી હતી. ડીસા-ધાનેરા રોડ પર મોડી રાત્રે બોલેરો જીપડાલામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ગરમીમાં આગ લાગવાની ઘટનાઓમાં થઈ રહ્યો છે વધારો

ફાયર બ્રિગેડને-humdekhengenews

ડીસા પંથકમાં ગરમી વધવાની સાથે સાથે વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેમાં મંગળવારની મોડી રાત્રે ડીસા- ધાનેરા રોડ પર એક જીપડાલું પસાર થઈ રહ્યું હતું. તે સમયે અચાનક ગાડીમાં આગ લાગી ગઈ હતી અને જોતજોતામાં ગાડી સળગવા લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાને પગલે આજુબાજુના વાહન ચાલકોએ પાલિકાને જાણ કરતા ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગાડીના ચાલકે સમય સૂચકતા વાપરી ગાડીમાંથી નીચે ઉતરી જતા સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ આગની જ્વાળાઓમાં ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.

ફાયર બ્રિગેડને-humdekhengenews

જ્યારે સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં આવેલી સત્યમ સીટી સોસાયટીમાં આજે (બુધવારે) સવારે એકાએક એક ઘરમાં આગ લાગવાની ઘટના સામે આવતા સોસાયટીમાં દોડભાગ મચી હતી. ત્યારે ઘરમાં આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. સમયસર ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમયસર આગ પર કાબૂ મેળવ્યો હતો. જેથી ઘરમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યાથી મોટી દુર્ઘટના ટળી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘરમાં આગ લાગવાની ઘટનાનું કારણ હજી સાફ થયું નથી.

આ પણ વાંચો :કેસર કેરીના રસીકો માટે ખુશખબર, તાલાલા ખાતે કેસર કેરીની હરાજીનો આજથી પ્રારંભ

Back to top button