Summer Cooling Tips: ઘરને આ રીતે રાખજો ઠંડુ
- ગરમીમાં હિટ સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે ત્યારે થોડું ધ્યાન રાખો
- ઘરમાં એસી કે કુલર 24 કલાક ચાલુ રાખી શકાતુ નથી.
- સાંજના સમયે ઘરના બારી-બારણાં ખોલી દો.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આખા દેશમાં આ વખતે ખતરનાક ગરમી પડશે. ગરમી 40થી 42 ડિગ્રી હોય, પરંતુ તેની તીવ્રતા વધી રહી છે. આ બધી અસર ગ્લોબલ વોર્મિંગની છે. તમારા ઘરમાં એસી કે કુલર હોય તો પણ તમે તેને 24 કલાક ચાલુ રાખી શકતા નથી. જો તમે ગરમીના કારણે બેહાલ છો તો કેટલીક સરળ ટિપ્સ અપનાવીને તમારા ઘરને ઠંડુ રાખો.
સાંજે બારી-બારણાં ખોલી દો
સુર્યાસ્ત થતા જ ઘરના બારી-બારણાં ખોલી દો, આમ કરવાથી અંદરની ઠંડી હવા ચારેય બાજુ ફેલાઇ જશે અને રૂમ ઠંડો થઇ જશે. બપોરના સમયે રુમ બંધ રાખજો, નહીંતર ઘર ગરમ થઇ જશે.
ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો ઉપયોગ ઘટાડો
ઓવન, લેપટોપ, ટીવી અને લેમ્પ જેવા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ગરમી છોડે છે. તેનાથી તાપમાન વધી શકે છે. આવાસંજોગોમાં જેની જરૂર ન હોય તેને બંધ કરી દો.
બારીઓમાં બ્લેક કાગળ લગાવો
ઘરમાં કાચની બારીઓમાં કાળા રંગનો કાગળ ચિપકાવી શકાય છે. આમ કરવાથી રૂમમાં તડકો નહીં આવે અને ઘર ઠંડુ રહેશે.
પરદા લગાવો
ખૂબ જ ગરમીથી બચવા માટે તમે દિવસભર ઘરમાં પરદા રાખો, જેના લીધે ઘર ઓછુ ગરમ થશે.
ખુદને હાઇડ્રેટેડ રાખો
ગરમીમાં ખુદને હાઇડ્રેટેડ રાખવા માટે ઘણું બધુ પાણી પીવો અને હેલ્ધી ડ્રિંક્સ પીતા રહો. આમ કરવાથી તમારા શરીરમાં પાણીની કમી નહીં થાય
ઘરની અંદર અને આસપાસ છોડ વાવો
ઘરની અંદર અને આસપાસની જગ્યાને ઠંડી રાખવા માટે તેમજ શુદ્ધ કરવા માટે ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવો. ઘરની બારી પાસે, ટેરેસ કે બાલ્કનીમાં ગરમીથી બચવા માટે તમે આમ કરી શકો છો. જેટલા વધુ પ્લાન્ટ્સ હશે તેટલી ઘરની અંદર ગરમી ઓછી લાગશે.
આ પણ વાંચોઃ કેસર કેરીના રસીકો માટે ખુશખબર, તાલાલા ખાતે કેસર કેરીની હરાજીનો આજથી પ્રારંભ