કેસર કેરીના રસીકો માટે ખુશખબર, તાલાલા ખાતે કેસર કેરીની હરાજીનો આજથી પ્રારંભ
- તાલાલા ગીર ખાતે કેસર કેરીની હરાજી થઈ શરુ
- ખરાબ હવામાન છતા ગયા વર્ષની સરખામણીએ વધુ ઉત્પાદન
- હરાજીમાં પ્રથમ બોક્સ 21 હજાર રૂપિયામાં વેચાયું
કેરીના રસીકો માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. આજથી કેસર કેરીના ગઢ ગણાતા તલાલામાં કેસર કેરીની હરાજી શરુ થઈ છે. વાતાવરણ સારુ ન હોના છતાં આ વર્ષે કેરીનું ઉત્પાદન સારું થવાને કારણે તાલાલા મેંગો માર્કેટ કેરીના બોક્સ થી છલકાય હતા.
તલાલામા કેસર કેરીની હરાજી થઈ શરુ
આજે તાલાલા APMC ખાતે તાલાલાની જાણીતી કેસર કેરીની વિધિવત હરાજીની શરૂઆત થઈ હતી. જગ વિખ્યાત ગીરની કેસર કેરીનું પહેલું બોક્સ ભાજપ જિલ્લા પ્રમુખ મહેન્દ્ર પીઠીયાએ ખરીદ્યું હતું. તેઓએ ગાયોના ફાળા માટે કેરીનુંબોક્સ 21000 રૂપિયામાં ખરીદ્યું હતું.
જાણો બોક્સનો ભાવ
આ હરાજીમાં પ્રથમ બોક્સ 21 હજાર રૂપિયામાં ગયું હતું.જે બાદ ઓછામાં ઓછાં 400 રૂપિયાથી લઈ 1200 રૂપિયામાં સારી કેરીના એક બોક્સનો ભાવ બોલાયો હતો. તેમજ નાના અને મધ્યમ ફળના 500 થી 700 રૂપિયા બોક્સનો ભાવ બોલાયો હતો.
ગયા વર્ષની સરખામણીએ ઉત્પાદનમાં વધારો
જાણવા મળી રહ્યું છે કે આ વર્ષે કેરીના ભાવ દસ કિલોના બોક્સના 500 થી 1200 રૂપિયા હશે. ગત વર્ષની તુલના ડબલ બોક્સ એટલે કે 7 હજાર બોક્સ કેસર કેરીના માર્કેટમાં આવ્યા હતા. વખતે કેરીનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થયું છે. જેથી જૂનના છેલ્લા અઠવાડિયા સુધી સિઝન ચાલુ રહેશે જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કેરીનું ઉત્પાદન 22% હતું, જે આ વખતે 40% સુધી વધ્યું છે, જેના કારણે કેરીના ભાવ ઓછા રહેશે અને કેરીના રસિયાઓ કેરીનો ભરપુર આનંદ માણી શકશે.
ભાવ ઓછા મળતા ખેડૂતોમાં નિરાશા
તાલાલા માર્કેટિંગ યાર્ડ ની હરાજી શરૂ થતાં ‘કહી ખુશી કહી ગમ’નો માહોલ જોવા મળી રહ્યો છે.એક તરફ ભાવ ઓછા હોવાને કારણે કેરીના રસિયામાં આનંદ છે. જ્યારે બીજી તરફ ખેડૂતોને ભાવ ઓછા મળતા નારાજગી જોવા મળી રહી છે. 10 કિલો બોક્સના માત્ર 400 થી 600 આપવામાં આવે છે. જે ખેડૂતોને પરવડે તેમ નથી.
આ પણ વાંચો : મેટ્રો મુસાફરો આનંદો ! મેટ્રો રેલના સમય અને ફ્રિકવન્સીમાં મોટો ફેરફાર