ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

સખત ગરમીમાં  માથુ દુખવા લાગે છે? તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Text To Speech
  • ગરમીમાં માથાનો દુઃખાવો થવો સામાન્ય છે
  • દર વખતે દવા લેવી જરૂરી નથી, ઘરેલુ ઉપાયો રાહત આપશે.
  • પાલક જેવા લીલા શાકભાજી ખોરાકમાં સામેલ કરો. 

ગરમી દિવસે ને દિવસે વધી રહી છે. આ સમય હેલ્થની દ્રષ્ટિએ સારો નથી. જો તડકામાં ફરવાનું થાય કે બહુ ગરમી લાગી જાય તેવા સમયે માથાનો દુઃખાવો પરેશાન કરી શકે છે. તાપમાન વધતા લોકોને ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓ થઇ શકે છે. જો તમને પણ ગરમીના કારણે માથાનો દુઃખાવો થતો હોય તો ઘરેલુ ઉપાય અજમાવીને આ પરેશાનીમાંથી છુટકારો મેળવી શકો છો. દવા લીધા વગર પણ તમે ગરમીના લીધે થનારા માથાના દુઃખાવાથી રાહત મેળવી શકો છો.

અજમાવો આ ઘરેલુ ઉપચાર

સખત ગરમીમાં થવા લાગતો હોય માથાનો દુખાવો તો અપનાવો આ ઘરેલુ ઉપાય hum dekhenge news

પાલક

જો ગરમીના લીધે તમને માથામાં દુઃખાવો થતો હોય તો મેગ્નેશિયમ રિચ ફુડનું સેવન કરો. આ માટે તમે ખોરાકમાં પાલક જેવા લીલા શાકભાજી સામેલ કરો. એક કપ પાલકમાં લગભગ 23 મિલીગ્રામ મેગ્નેશિયમ રહેલું છે. મેગ્નેશિયમનું સેવન કરવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ પણ કન્ટ્રોલમાં રહે છે. જે લોકોને માઇગ્રેનની સમસ્યા હોય તેણે મેગ્નેશિયમ રિચ ફુડનું સેવન કરવુ જોઇએ.

તરબૂચનો જ્યુસ

ગરમીમાં ઘણી વખત ડિહાઇડ્રેશનના કારણે વ્યક્તિને માથાનો દુઃખાવો થાય છે. આવા સંજોગોમાં તરબૂચનો જ્યૂસ પીવાથી ફાયદો થાય છે. તરબૂચમાં લગભગ 92 ટકા પાણી હોય છે. જે બોડીને હાઇડ્રેટ રાખવાની સાથે માથાનો દુઃખાવો દુર કરે છે. માથાનો દુઃખાવો દુર કરવા તમે સાદુ પાણી પણ પી શકો છો.

સખત ગરમીમાં થવા લાગતો હોય માથાનો દુખાવો તો અપનાવો આ ઘરેલુ ઉપાય  hum dekhenge news

દહીં

તડકા અને ગરમીમાં માથાનો દુઃખાવો ઠીક કરવા માટે તમે દહીંનુ સેવન કરી શકો છો. દહીંમા રહેલું રિબોફ્લેવિન અને કેલ્શિયમ માથાનો દુઃખાવો દુર કરવામાં મદદ કરે છે. આ માટે તમે તમારા ડાયેટમાં દુધ, દહીં, છાશ, લસ્સી જેવી વસ્તુઓને સામેલ કરો.

એસેન્શિયલ ઓઇલ

ગરમીમાં થતા માથાના દુઃખાવાને દુર કરવા માટે તમે એસેન્શિયલ ઓઇલથી મસાજ કરી શકો છો. આમ કરવાથી માત્ર માથાનો દુઃખાવો જ દુર નહીં થાય, પરંતુ તમે રિલેક્સ પણ અનુભવશો. માથાનો દુઃખાવો દુર કરવા માટે લવન્ડર અને પિપરમિન્ટ ઓઇલને બીજા તેલમાં મિક્સ કરીને માથામાં મસાજ કરો.

આ પણ વાંચોઃ Disney આવતા અઠવાડિયે આટલા કર્મચારીઓની કરશે છટણી !

Back to top button