મેટ્રો મુસાફરો આનંદો ! મેટ્રો રેલના સમય અને ફ્રિકવન્સીમાં મોટો ફેરફાર
- અમદાવાદમાં ચાલતી મેટ્રો ટ્રેન સેવામાં વધારો
- મેટ્રો રેલના સમય અને ફ્રિકવન્સીમાં મોટો ફેરફાર
- મેટ્રો ટ્રેન સવારે 7થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે
અમદાવાદીઓ માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ચાલતી મેટ્રો ટ્રેન સેવામાં વધારો કરવામા આવ્યો છે. રેલ તંત્ર દ્વારા મેટ્રો રેલના સમય અને ફ્રિકવન્સીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ હવે હવે મેટ્રો ટ્રેન સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. તંત્રના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધાચાલકોને ખુબ મોટી રાહત મળશે.
તંત્રએ મેટ્રો ટ્રેનની સેવામાં કર્યો વધારો
અમદાવાદમાં ચાલતી મેટ્રો ટ્રેન સેવાને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી મેટ્રોમાં પેસેન્જરનો ઘસારો જોવા મળી રહ્યો છે. જેના કારણે તંત્રએ મેટ્રો ટ્રેનની સેવામાં વધારો કરવાનો કરવાનો નિર્ણય લીધો છે. મેટ્રો રેલના સમય અને ફ્રિકવન્સીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ મેટ્રો ટ્રેન હવે સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે.
ટ્રીપની સંખ્યા પણ 35 ટકા વધી જશે
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સીમાં વધારો કરવામા આવ્યો છે. જેથી અમદાવાદ શહેરમાં વેજલપુર એપીએમસીથી મોટેરા અને થલતેજથી વસ્ત્રાલ સુધી દોડતી મેટ્રો હવે 15ને બદલે 12 મિનિટના અંતરે મળશે. મહત્વનું છે કે મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારો કરાતા ટ્રીપની સંખ્યા પણ 35 ટકા વધી જશે.
આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નોકરીની તક, વાંચો સંપૂર્ણ વિગતો