રાજ્યમાં એકતરફ કાળઝાળ ગરમી વધી રહી છે અને તાપમાન 40 ડિગ્રીને પાર જઈ રહ્યું છે ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. માર્ચ અને એપ્રિલમાં પહેલેથી જ કમોસમી વરસાદે ખેડૂતોને હેરાન કર્યા હતા ત્યારે હવે ફરી કમોસમી વરસદનીઓ આગાહીથી ખેડૂતો ચિંતિત થયા છે. ગઈ કાલે પણ દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠું થયું હતું ત્યારે હવામાન વિભાગે આજે ફરી દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, વલસાડ, તાપી, નવસારી, નર્મદા સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠાની આગાહી ગુજરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગની અગાહીન પગલે જગતનો તાત ફરીથી ચિંતી બન્યો છે કારણ કે અગાઉ કમોસમી વરસાદને લીધે ખેડૂતોને ભરે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળી સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, સુરત અને વલસાડમાં વરસાદી માહોલ
ઉલ્લેખનીય છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં તો તાપમાન 40 ડિગ્રીને પાર જઈ રહ્યું છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યો હતો અને આજે પણ હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.