નેશનલ

પટના જંક્‍શનમાં ચાલેલા પોર્ન વિડીયો બાદ હવે આ રેલવે સ્ટેશન પાસે આખી રાત ચાલી ડર્ટી એડ

  • ભાગલપુર સ્ટેશનની સામે જ કોલ ગર્લના નંબર સાથેની જાહેરાત ચાલુ થઈ
  • સામાજીક સંસ્થાએ સ્વચ્છ જાહેરાતનું લગાવેલું બોર્ડ કોઈકએ હેક કર્યું હોવાનો દાવો
  • બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી

તાજેતરમાં પટના જંક્‍શન પર ડર્ટી વિડીયો ચાલ્‍યો હતો અને પછી હાહાકાર મચી ગયો હતો. ત્‍યારે આવી જ વધુ એક ઘટના બિહારના ભાગલુપરમાંથી સામે આવી છે. સોમવારે રાત્રે સાડા 8 વાગ્‍યાથી સવારના 4 વાગ્‍યા સુધી આવી જ એક ડર્ટી એડ ચાલતી રહી હતી. આ ડર્ટી એડમાં જે લખ્‍યું હતું એ વાંચીને સૌ કોઈ ચોંકી ગયા હતા. આ ડર્ટી એડ અંગ્રેજીમાં હતા અને તેમાં લખ્‍યું હતું કે, કોલગર્લ માટે XXXXXXXXXX આ નંબર પર સંપર્ક કરો. આ ડર્ટી એડવાળુ ઈલેક્‍ટ્રિક બોર્ડ ભાગલપુર રેલવે સ્‍ટેશનની સામે જ લાગેલું હતું. જયારે જિલ્લા તંત્રને આ વાતની જાણ થઈ કે સમગ્ર વિસ્‍તારમાં હાહાકાર મચી ગયો હતો. આ જાહેરાત હટાવવા માટે સૌથી પહેલાં વીજળીનો સપ્‍લાય બંધ કરી દેવામાં આવ્‍યો હતો. એ પછી તરત જ આ બોર્ડને ઉતારી દેવામાં આવ્‍યું હતું.

અનેક લોકોએ એડનો વીડિયો બનાવી વાયરલ કર્યો

કહેવામાં આવી રહ્યું છે કે, આ બોર્ડને એક સામાજીક સંસ્‍થાએ જીવન જાગૃતિ મિશન ચલાવી રહ્યું છે. સંસ્‍થાના જણાવ્‍યા મુજબ, ઈલેક્‍ટ્રિક બોર્ડને હેક કર્યા બાદ આ કરતૂતને અંજામ આપવામાં આવી હતી. પરંતુ આટલા લાંબા સમય સુધી આ ડર્ટી એડ ચાલતા કેટલાંક લોકોએ તેનો વિડીયો પણ બનાવ્‍યો હતો. હવે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઈલેક્‍ટ્રિક બોર્ડ પર ચાલેલી ડર્ટી એડની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. એ પછી ઘટના સ્‍થળે ડીએસપી અને એસડીએમ પણ પહોંચ્‍યા હતા. બાદમાં ત્‍યાંથી ભીડને હટાવવામાં આવી હતી. ડીએસપી અજય ચૌધરીના જણાવ્‍યા મુજબ, સવારે લગભગ ચાર વાગે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે બોર્ડ પાસે કેટલાંક લોકોની ભીડ જોઈ હતી. જયારે બોર્ડ પર આ એડ જોઈ તો તરત જ બોર્ડને હટાવી બંધ કરી દેવામાં આવ્‍યું હતું.

ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધવાઈ

જીવન જાગૃતિ નામની સંસ્‍થા સાથે વાતચીત કર્યા બાદ તેઓએ જણાવ્‍યું કે, તંત્રએ જ આ ઈલેક્‍ટ્રિક બોર્ડ સંસ્‍થાને આપ્‍યું હતું. આ બોર્ડ પર માર્ગ સુરક્ષા અને જનહિત સાથે સંકળાયેલી સૂચનાઓ પ્રદર્શિત કરવામાં આવે છે. તમામ સૂચનાઓ હિન્‍દીમાં ચાલે છે. પરંતુ સોમવારે રાત્રે સાડા આઠ વાગ્‍યાની આસપાસ બોર્ડમાં અંગ્રેજીમાં ડર્ટી એડ ચાલવા લાગી હતી. સંસ્‍થાએ આ મુદ્દે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ પણ કરી છે. આ પહેલાં તાજેતરમાં જ 19 માર્ચના રોજ રાજધાની પટના જંક્‍શનના પ્‍લેટફોર્મ નંબર 10 પર ટીવી સ્‍ક્રિન પર ડર્ટી વિડીયો ચાલ્‍યો હતો. એ પછી મોટા પાયે કાર્યવાહી પણ થઈ હતી.

Back to top button