- યુવરાજસિંહ જાડેજાએ કેટલાકના નામ છુપાવ્યાનો આક્ષેપ
- PSI,શિક્ષક, વન રક્ષક, લેબ ટેક., તલાટી બધામાં ડમી હતા!
- યુવરાજ સિંહે ભાંડો ફોડયો તે માત્ર ટેલર ફિલ્મ તો મોટી છે
ગુજરાતમાં ધોરણ- 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓથી લઈને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ‘ડમી’ ઉમેદવારો બેસાડીને સરકારી નોકરીઓ ખરીદવાનુ કૌભાંડ એક- બે વર્ષથી નહિ પણ વિતેલા 11 વર્ષથી ચાલી રહ્યુ છે. સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓની પારદર્શિતા માટે ચળવળકર્તા યુવરાજસિંહે ભાંડો ફોડયા બાદ ભાવનગરની પોલીસે જે 36ને આરોપી બનાવી તેમની સામે ફોજદારી ગુન્હો નોંધ્યો છે. આ 36 તો માત્ર હિમશીલાની ટોચ ઉપર દેખાતા બોગસિયા છે, કૌભાંડકારો છે, લાખો મહેનતકશ યુવા ઉમેદવારોના સપના રોળનારા છે. એ ટોચની હેઠળ નીચે આવા અનેક ‘ડમી’ની ઓથે સેંકડો બોગસિયા સરકારી નોકરીઓમાં ઘુસણખોરી કરી ચૂક્યા છે.
આ પણ વાંચો: બિલાડીને દૂધ સાચવવા આપ્યું જેવો નિર્ણય કરી AMCએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું
પ્રજાના ટેક્સના રૂપિયે પગાર મેળવી રહ્યા છે
પ્રજાના ટેક્સના રૂપિયે પગાર મેળવી રહ્યા છે. એવુ ચિત્ર તપાસકર્તા પોલીસની ટીમે જ ખુલ્લુ કર્યુ છે. કારણ કે, ભાવનગર પોલીસે જ પોલીસ સબ ઈન્સ્પેક્ટર- PSI, વન રક્ષક, લેબ ટેક્નિશીયન, મલ્ટીપરપઝ હેલ્થ વર્કર- MPHW, તલાટી જેવી અનેક જગ્યાઓ પર ડમી ઉમેદવારને આધારે સરકારી નોકરી મેળવ્યાનો દાવો કર્યો છે.
આ પણ વાંચો: ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં યુવરાજસિંહને સમન્સ આપવામાં આવ્યું
ભાવનગર જિલ્લામાં 11 વર્ષથી સરકારી નોકરીનો આ વેપલો ચાલી રહ્યો છે. જેને સાંગોપાંગ સફળ બનાવવા, કરોડોના આ વેપાર કોંચિંગ સેન્ટરથી શરૂ કરીને સરકારી ભરતી કરતા બોર્ડ- મંડળો, સમિતિઓથી લઈને સરકારી અધિકારી, રાજકીય પદાધિકારીની પણ સંડોવણી વગર શક્ય નથી. જેમ કરાઈમાં PSI ટ્રેનિંગ લેતા ડમી ઉમેદવાર સંજય પંડયાનો છેડો પણ ભાવનગરમાંથી ફુટયો છે એમ જો પોલીસ તટસ્થતાપૂર્વક તપાસ કરશે તો સરકારના અનેક વિભાગોમાં આવા અનેક ડમી ઉમેદવારોને આધારે વેચાતી નોકરી મેળવી ઘુસણખોરી કરનારાઓના નામો બહાર આવશે એ સ્પષ્ટ છે.
આ પણ વાંચો: મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી સોનાના વરખની ચોરી મામલે નવા ખુલાસા થયા
યુવરાજસિંહ જાડેજાએ કેટલાકના નામ છુપાવ્યા
રૂપિયા ખર્ચો, ડમીને બેસાડો અને સરકારી નોકરી મેળવો એ ખેલને માધ્યમો સમક્ષ પુરાવા સાથે ઉઘાડો પાડનારા ચળવળકર્તા યુવરાજસિંહ જાડેજાએ કેટલાકના નામ છુપાવવા માટે કોચિંગ સેન્ટર ચલાવતા બિપિન ત્રિવેદીએ લાખો રૂપિયા લીધાનો વીડિયો વાઈરલ થયો છે. દોઢેક મહિના અગાઉ પોલીસનું જ્યાં ઘડતર થાય છે એ કરાઈ એકેડમીમાં જડબેસલાક બંદોબસ્ત, દસ્તાવેજ ચકાસણીને સાંગોપાંગ પાર ઉતારી એક બોગસ PSI ટ્રેઈનિંગ લઈ રહ્યાનો દાવો કર્યો ત્યારે પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પોતાની ગંભીર બેદરકારીને ઢાંકવા ધમપછાડા કર્યા હતા.