- અમદાવાદમાં સૌથી વધુ 90 કેસ
- વધુ 370 દર્દી સ્વસ્થ થયા
- રાજ્યમાં એક્ટિવ કેસ 2149 થયા
- આજે પણ એકેય દર્દીનું મોત થયું નથી
ગુજરાતમાં ઘણા સમયથી શાંત રહેલ કોરોનાએ ફરી ફૂફાડો માર્યો છે. રાજ્યમાં કોરોનાએ ફરી સ્પીડ પકડી છે. રોજ બરોજ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 304 કેસ નોંધાયા છે. આજે વધુ 370 દર્દીઓ સ્વસ્થ થયા છે. આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી.
ક્યાં જિલ્લામાં કેટલા કેસ નોંધાયા ?
રાજ્યમાં આજે નવા 304 કેસ નોંધાયા છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 90 કેસ, સુરત કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 30-30 કેસ, મહેસાણામાં 19 કેસ, વલસાડમાં 14 કેસ, ગાંધીનગર અને સુરતમાં 12-12 કેસ, ભરૂચ અને સાબરકાંઠામાં 12-12 કેસ, અમરેલી અને પાટણમાં 9-9 કેસ, ગાંધીનગર કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશનમાં 7-7 કેસ, બનાસકાંઠા, મોરબી અને રાજકોટમાં 5-5 કેસ, આણંદ અને વડોદરામાં 4-4 કેસ, બોટાદ, ગીર સોમનાથ અને નવસારીમાં 3-3 કેસ, કચ્છ, નર્મદા, પંચમહાલ, સુરેન્દ્રનગર અને તાપીમાં 2-2 કેસ, અમદાવાદ, ભાવનગર કોર્પોરેશન અને જામનગર કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયો છે.
આજે 6 દર્દીઓ વેન્ટિલેટર ઉપર
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 2149 થયા છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 2143 દર્દીઓ સ્ટેબલ છે. રાજયમાં કુલ મૃત્યુઆંક 11,072 થયો છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 98.97 છે. અત્યાર સુધીમાં કુલ 12,74,577 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.