ટ્રેન્ડિંગમનોરંજન

‘દેવ ડી’ ફેમ અભિનેત્રી માહી ગિલે ગુપચુપ કર્યા લગ્નઃ એક પુત્રીની માતા પણ છે

Text To Speech
  • બિઝનેસમેન અને એક્સ બોયફ્રેન્ડ રવિ કેસર સાથે લગ્ન બંધનમાં બંધાઇ
  • લગ્ન ક્યારે કરી લીધા તે અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. 
  • માહી અને રવિએ 2019માં ડિઝિટલ સીરીઝ ફિક્સરમાં કામ કર્યુ હતુ.

લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ અભિનેત્રી માહી ગિલે અભિનેતા-બિઝનેસમેન રવિ કેસર સાથે લગ્ન કરી લીધા છે. જોકે એ વાતની જાણ થઇ નથી કે બંનેએ લગ્ન ક્યારે કર્યા છે. માહીએ મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ છે કે મેં રવિ સાથે લગ્ન કરી લીધા છે. હવે અમારી એક પુત્રી પણ છે. માહી અને રવિએ 2019માં ડિઝિટલ સીરીઝ ફિક્સરમાં કામ કર્યુ હતુ. થોડા સમય પહેલા તે રવિ અને પુત્રી વેરોનિકા સાથે ગોવા શિફ્ટ થઇ ગઇ હતી.

'દેવ ડી' ફેમ અભિનેત્રી માહી ગિલે ગુપચુપ કર્યા લગ્નઃ એક પુત્રીની માતા પણ છે hum dekhenge news

બોલ્ડ એક્ટિંગના લીધે ફેમસ બની

માહી ગિલે દેવ ડી, ગુલામ, સાહેબ, બીબી ઓર ગેંગસ્ટર, પાનસિંહ તોમર જેવી સુપરહિટ ફિલ્મો કરી છે. વેબસીરીઝ અપહરણમાં તે નેગેટિવ રોલમાં જોવા મળી હતી. જોકે ત્યારબાદ તે સિલ્વર સ્ક્રીન પર જોવા મળી નથી. 2009માં અનુરાગ કશ્યપની દેવ ડી ફિલ્મમાં પોતાની બોલ્ડ એક્ટિંગના લીધે તે ખૂબ જ ચર્ચામાં આવી હતી.

 

 

View this post on Instagram

 

A post shared by Mahie Gill (@mahieg)

અગાઉ કરી ચુકી છે એક લગ્ન

માહી આ પહેલા પણ એક લગ્ન કરી ચુકી છે. જોકે તેનો સંબંધ લાંબો ચાલ્યો ન હતો. તે પોતાની અંગત જિંદગી વિષે બહુ વાત કરતી નથી. જોકે 2019માં તેણે પોતાની અઢી વર્ષની દિકરી હોવાની જાણકારી આપીને સૌને ચોંકાવી દીધા હતા. એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ કહ્યું હતું કે, “મેં સોશિયલ મીડિયા પર દિકરી વેરોનિકાની તસવીર પોસ્ટ ન કરવા માટે અંગત કારણો છે. હું ખૂબ જ ખાનગી અને શરમાળ વ્યક્તિ છુ. મ

'દેવ ડી' ફેમ અભિનેત્રી માહી ગિલે ગુપચુપ કર્યા લગ્નઃ એક પુત્રીની માતા પણ છે hum dekhenge news

માહીએ લગ્ન વિશે અગાઉ શું કહ્યું?

માહીને અગાઉ જ્યારે લગ્ન વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો તો તેણે કહ્યું કે, મારે લગ્ન કરવાની શી જરૂર છે? હું આ રીતે ખુશ છુ અને મને લાગે છે કે કોઈપણ લગ્ન વગર પણ ખુશ રહી શકે છે. લગ્ન વિના પણ કોઇ વ્યક્તિ કુટુંબ અને બાળકો ધરાવી શકે છે. મને નથી લાગતું કે અમારે બાળકો અને પરિવાર માટે લગ્નની જરૂર છે. લગ્ન એક સુંદર વસ્તુ છે પરંતુ લગ્ન કરવા કે નહીં તે વ્યક્તિગત પસંદગી છે.

Back to top button