જો તમે પણ પાલતુ જાનવરો સાથે એસી રૂમમાં સુતા હો તો સાવધાન
- ગરમીની સીઝન જેટલી માણસો માટે મુશ્કેલ છે, તેટલી પેટ્સ માટે પણ હોય છે.
- ગરમીમાં પેટ્સને પણ ડિહાઇડ્રેશન, હિટ સ્ટ્રોક કે ડાયેરિયાની સમસ્યા થઇ શકે છે.
- તાપમાનનું બદલાવુ અને વધવુ પાલતુ જાનવરો માટે યોગ્ય નથી.
ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. દરેક ઘરમાં એસી ચાલુ કરવાની ફરજ પડી છે. કેટલાય ઘરમાં માણસોની સાથે સાથે પેટ્સ પણ રહેતા હોય છે. તેઓ પણ પરિવારના સભ્યો સાથે એસી રૂમમાં સુઇ જાય છે, પરંતુ શું આમ કરવુ સેફ છે? ઘરમાં ફેમિલિ મેમ્બર સાથે પેટ્સને રાખવા તેમના આરોગ્ય માટે પણ સારુ નથી.
પેટ્સ પર ગરમીની શું થાય છે અસર?
ગરમીની સીઝન જેટલી માણસો માટે મુશ્કેલ છે, તેટલી પેટ્સ માટે પણ હોય છે. તેમને પણ ગરમીમાં માણસોની જેમ ડિહાઇડ્રેશન, હિટ સ્ટ્રોક કે ડાયેરિયાની સમસ્યા થઇ શકે છે. આવા સંજોગોમાં કેટલાક લોકો પેટ્સને પોતાની સાથે એસી રૂમમાં સુવડાવી દે છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર પેટ્સને એસીમાં રાખીને હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓથી બચાવી શકાય છે.
કેટલાક પેટ્સ માટે એસી છે ફાયદાકારક
ગરમીમાં પેટ્સને એસીમાં સુવડાવવાનું તેમના માટે ફાયદાકારક પણ છે અને નુકશાનકારક પણ. એસીમાં પાલતુ જાનવરોને ખુબ રાહત મળે છે. ગરમીમાં વધુ સંવેદનશીલ પેટ્સ માટે એસી ફાયદાકારક હોય છે. બુલડોગ અને પગ જેવી સપાટ ચહેરા વાળી જેટલી નસ્લ છે, તેમના માટે એસી ઠીક માનવામાં આવે છે. તેનાથી હીટ સ્ટ્રોકની સમસ્યા થતી નથી. કેમકે તાપમાનનું બદલાવુ અને વધવુ પાલતુ જાનવરો માટે યોગ્ય નથી.
આટલું ખાસ ધ્યાન રાખો
- જો કોઇ રૂમમાં નાનુ બાળક કે કોઇ વડીલ છે તો તે રૂમમાં પેટ્સને રાખવાથી બચવુ જોઇએ, નહીંતો એલર્જીનો ખતરો રહે છે. પેટ્સની સાથે તેમને એક રૂમમાં રાખવાથી પેટ્સના નાના વાળ કે છીંકથી ઇન્ફેક્શનની સમસ્યા થઇ શકે છે.
- એક અભ્યાસમાં એવુ જાણવા મળ્યુ છે કે જો તમે કુતરા સાથે એક જ બેડરૂમમાં સુવો છો તો કોશિશ કરો કે તેની સાથે બેડ શેર ન કરો. કેમકે તે તમારી ઉંઘ પણ ખરાબ કરી શકે છે. તેના કારણે તમારી ઉંઘ બગડી શકે છે.
- જો તમે એસી રૂમમાં બાળકો અને પેટ્સને સાથે રાખો છો તો બેક્ટેરિયલ ઇન્ફેક્શનનુ જોખમ રહે છે. બિલાડી જો નખ મારે તો તેનાથી ખતરનાક ઇન્ફેક્શન થઇ શકે છે. બાળકો, પ્રેગનન્ટ મહિલાઓ અને વડીલો કે પછી બિમાર વ્યક્તિઓએ તેનાથી દુર રહેવુ જોઇએ.
- જો કોઇ ડોગમાં સ્કિન ઇન્ફેક્શનનું જોખમ હોય તો તેની સાથે સુવા કે બેસવાથી સ્કિનમાં ઇન્ફેક્શન થઇ શકે છે. આ એક ફંગસથી ફેલાતી બિમારી છે. તેનાથી સ્કીનમાં ખંજવાળ, દાણા દાણા કે ફોડલીઓ થઇ શકે છે.
- પાલતુ જાનવરોથી ટીબી પણ થઇ શકે છે, ખાસ કરીને બકરી જેવા જાનવરોથી. ટીબીના લક્ષણોમાં છાતીમાં દુઃખાવો, તાવ, ખાંસી, થાક, ઝડપથી વજન ઘટવુ જેવા લક્ષણો જોવા મળે છે. જો તમે કુતરા કે બિલાડીને એસી રૂમમાં રાખતા હો તો એના માટે અલગ વ્યવસ્થા કરો. તેમના કેજને નેટથી ઢાંકીને રાખો
આ પણ વાંચોઃ બાળકો સાથેનો સંબંધ મજબૂત બનાવવા ફક્ત આટલી બાબતોનું ધ્યાન રાખો