મધ્ય ગુજરાત

Ahmedabad : ચાંદખેડામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, 18 જુગારીઓની ધરપકડ

Text To Speech

રાજ્યમાં જ્યારથી સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય બન્યા છે ત્યારથી રાજ્યમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વધુમાં વધુ રેડ કરી જુગારીઓ અને બુટલેગરો પર તવાઈ કરી છે. જ્યાં પણ સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પાડવામાં આવે છે ત્યાં દરેક જગ્યાએ સ્થાનિક પોલીસ ઊંગતિ ઝડપાય છે. ત્યારે વધુ એક દરોડો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવ્યા હતા જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 18 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ દરોડામાં સ્ટેટ મોનીટરીંગ સેલે કુલ 2.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડામાં 4 વોન્ટેડ જુગારીઓની ધરપકડ કરવા માટે શોધખોળ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : માધુપુરા પોલીસ ઉંઘતી ઝડપાઇ, સ્ટેટ મોનીટરીંગ સેલની વધુ એક પ્રશંસનીય કામગીરી!
Ahmedabad - Humdekhengenews ઉલ્લેખનીય છે કે વર્ષની શરૂઆતથી જ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં દરોડા કરી માધુપુર સહિત મોટા બુટલેગર અને જુગારીઓની ધરપકડ કરી હતી. માધુપુર દરોડામાં તો પોલીસ કમિશનર ઓફિસથી નજીકના વિસ્તારમાં જ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો થોડા સમાય અગાઉ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પકવામાં આવ્યો હતો ત્યારે કહી શકાય કે સ્ટેટ મોનીટરીંગ સેલની કામગીરી છેલ્લા ઘણા સમયથી પ્રશંસનીય રહી છે.

Back to top button