ઉત્તર ગુજરાત
મોડાસામાં બાઈક પર સવાર બે લોકોને ડમ્પરે 100 ફૂટ ઘસેડતા મોત
- અરવલ્લીના મોડાસા જિલ્લા ખાતે ડમ્પર અને બાઈક નો ગમખાર અકસ્માત
- સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, અકસ્માત ની જાણ થતા મોડાસા પોલીસ ઘટના પહોંચી
- બંને બાઈક ચાલક મોડાસાના ચળવાળા ગામના રહેવાસી હતા
મોડાસા જિલ્લા સંઘ સામે ડમ્પર અને બાઈક નો ગમખાર અકસ્માત સર્જાતા ડમ્પરે બે બાઇક સવારને અડફેટે લેતા બંનેના ઘટને સ્થળે મોત. અરવલ્લીના મોડાસા જિલ્લા ખાતે ડમ્પર અને બાઈક નો ગમખાર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકે બે બાઈક સવારને લીધા હતા. પૂર ઝડપે આવતા ડમ્પર ચાલકે બાઈક સવારને 100 ફૂટ જેટલા ઘસેડયા હતા. બંને બાઈક ચાલક મોડાસાના ચળવાળા ગામના રહેવાસી હતા. અકસ્માત ની જાણ થતા મોડાસા પોલીસ ઘટના પહોંચી હતી.
આ પણ વાંચો : અમદાવાદ : યુપી થી ડ્રગ્સ લાવીને છૂટક વેચાણ કરવા જતા બે ઝડપાયા
અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર લઈને ફરાર થઈ ગયો હતો જ્યારે બંને બાઈક ચાલક મોડાસાના ચડવાડા ગામના રહેવાસી હતા અકસ્માતની જાણ થતા મોડાસા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે તેમજ પરિવારમાં શોખનું મોજુ ફરી વળ્યું છે.