અમદાવાદ : યુપી થી ડ્રગ્સ લાવીને છૂટક વેચાણ કરવા જતા બે ઝડપાયા
- અસલાલી હાથીજણ રોડ પરથી ટ્રક સાથે બે આરોપીઓની ધરપકડ
- ડ્રગ્સના 500 ગ્રામ જેટલા જથ્થો ઝડપાયો જેની કિંમત આશરે 49 લાખ છે
- યુપીના આઝાદ નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ નો જથ્થો લાવ્યા હોવાની માહિતી
અમદાવાદ શહેરમાં પ્રમાણ સતત વધી રહ્યું છે શહેરના પૂર્વ વિસ્તારોમાં ડ્રગ્સ નો જથ્થો લવાયા બાદ તેનું વેચાણ પૂર્વ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં 49 લાખ રૂપિયાના ટ્રક સાથે બે લોકો ઝડપાયા છે.
આ પણ વાંચો : ડમીનુ દબાવવા યુવરાજ પર પોલીસનો ગાળિયો !
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર દારૂના દુષણ બાદ હવે ડ્રગ્સ ની હેરાફેરી ના કિસ્સા પણ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં ફરી એકવાર લાખો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. આ વખતે અસલાલી હાથીજણ રોડ પરથી ટ્રક સાથે બે આરોપીઓની ધરપકડ કરાઈ છે પકડાયેલા શખ્સોમાં એક રાજ્ય બહારના વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ દ્વારા ચોકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. શહેરના અસલાલી વિસ્તારમાંથી 495 ગ્રામ એમડી ડ્રગ સાથે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ છે રખિયાલના આઝમખાન પઠાણ અને યુપીના કૈફ ખાન પઠાણની ધરપકડ કરી છે. આરોપીઓ આ ડ્રગ્સ નો જથ્થો યુપીના આઝાદ નામના વ્યક્તિ પાસેથી લાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેમજ આરોપીઓ ડ્રગ્સને લઈને તેનું છુટક વેચાણ પણ કરી રહ્યા હતા.
આ પણ વાંચો : જંબુસરની ખાનગી હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ
49 લાખનું ડ્રગ્સ પકડાયું
શહેરમાંથી ડ્રગ્સના 500 ગ્રામ જેટલા જથ્થા સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે આ ડ્રગ્સ ની કિંમત આશરે 49 લાખ રૂપિયા છે. આ આરોપયોગ કઈ રીતે યુપી થી ડ્રગ્સ લાવ્યા અને કોને સપ્લાય કરવાના હતા તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ આરોપીઓ કઈ રીતે યુપી થી અમદાવાદ સુધી લઈ આવ્યા અને અને આ કારસો કેટલા સમયથી ચાલી રહ્યો હતો તે સહિતની વિગતો ચકાસવામાં આવી રહી છે.
10 દિવસ પહેલા પણ બની હતી આવી જ ઘટના
14 મી ફેબ્રુઆરીએ વટવામાં બાટમીદારે ક્રાઈમ બ્રાન્ચને ઈશારો કરતા શંકાસ્પદ યુવકને કોડન કરી લેવાયો હતો અને તેનું નામ પૂછી પ્રાથમિક પૂછપરછ માં સામે આવ્યું હતું કે યુવકનું નામ મફૂઝ ઉર્ફે મુન્ના હતું તે વટવાનો રહેવાસી હતો અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરાવતા યુવક પાસેથી વાઈટ ચીકણો પદાર્થ મળી આવ્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાન્ચે તરત જ એફએસએલની ટીમને જાણ કરી હતી અને ટીમ પણ તાત્કાલિક ઘટના પહોંચી હતી. એફએસએલની ટીમ દ્વારા યુવક પાસેથી મળી આવેલ સફેદ ચીકણા પદાર્થનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેના પરથી જાણવા મળ્યું કે તે એમડી ડ્રગ્સ છે ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે તરત જ મફૂઝની ધરપકડ કરી હતી. મોફૂસ પાસેથી 222.94 ગ્રામ એમડી ડ્રગ્સ નો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત 22.29 લાખ રૂપિયા થાય છે માફુજ ને ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં લઈ જવામાં આવ્યો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેણે કબુલાત કરી હતી કે એમ રિડક્શન જથ્થો તે તેના મિત્ર ફિરોઝ ખાન અયુબ ખાન પઠાણ પાસેથી લાવ્યો હતો.