ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

TMC નેતા મુકુલ રોય ‘ગુમ’, પુત્રએ કહ્યું – ‘પિતાનો કોઈ સંપર્ક નથી થઈ શક્યો’

Text To Speech

પૂર્વ રેલ મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતા મુકુલ રોયના પુત્ર સુભ્રાગશુ રોયે દાવો કર્યો છે કે તેના પિતા ગુમ થઈ ગયા છે. તેમના પિતા 17 એપ્રિલની સાંજે ઈન્ડિગો ફ્લાઇટ દ્વારા દિલ્હી જવા રવાના થયા હતા. તેઓ રાત્રે 9.55 વાગ્યે દિલ્હીમાં ઉતરવાના હતા, પરંતુ અત્યાર સુધી તેમના વિશે કોઈ જાણકારી મળી નથી.

મુકુલ રોયના પુત્ર સુભ્રાગશુનું કહેવું છે કે તેમના પિતાનો સંપર્ક થઈ શક્યો નથી. તેઓ ગુમ થઈ ગયા છે. સુભ્રાંગશુએ જણાવ્યું કે તેમના પિતા મુકુલ રોય સાથે તેની થોડી દલીલ થઈ હતી. એ પછી તેઓ ચાલ્યા ગયા અને તેમના વિશે કંઈ જ જાણી શકાયું નથી.

મુકુલ રોયને સ્વાસ્થ્ય સંબંધી અનેક બિમારી

સુભ્રાગશુ રોયે દાવો કર્યો હતો કે પિતાના ગુમ થયા બાદ પરિવારે એરપોર્ટ પોલીસ અધિકારીઓને ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસ સૂત્રોનું કહેવું છે કે હજુ સુધી કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી. સુભ્રાગશુએ માહિતી આપી હતી કે ટીએમસી નેતા મુકુલ રોય તેમની પત્નીના અવસાન થયા પછી સ્વાસ્થ્ય સંબંધી બિમારીઓથી પીડિત છે. ફેબ્રુઆરીમાં તેમની તબિયત લથડી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

આ પણ વાંચોઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપની વધુ 10 ઉમેદવારની ત્રીજી યાદી જાહેર

નારદા સ્ટિંગ કેસમાં મુકુલનું નામ સામેલ હતું

ટીએમસીના નેતા મુકુલ રોયનું કદ ટીએમસીમાં બીજા નંબરે હતું. પરંતુ ટીએમસીએ મુકુલ રોયને પાર્ટી વિરોધી ગતિવિધિઓના આરોપમાં 6 વર્ષ માટે હાંકી કાઢ્યા હતા. ત્યારબાદ તેઓ વર્ષ 2017માં ભાજપમાં જોડાયા હતા અને 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ ભાજપમાંથી જીત્યા હતા. જો કે, આ પછી તે ટીએમસીમાં પાછા ફર્યા. યુથ કોંગ્રેસથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર મુકુલ રોયનું નામ પણ નારદા સ્ટિંગ કેસમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું.

Back to top button