ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસા પાલિકાની પાઇપલાઇન તોડી, જિયો કંપનીને રૂ. 50 હજાર ચુકવવા નોટિસ

Text To Speech

પાલનપુર: ડીસા શહેરમાં જીઓ કંપની દ્વારા ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવાની કામગીરી દરમિયાન પાણીની મેઇન પાઇપલાઇન તોડી નખાતા શહેરીજનોને બે દિવસ સુધી પાણી ન મળતા ડીસા નગરપાલિકા દ્વારા જીઓ કંપનીને મરામતનો ખર્ચ વસૂલવા નોટીસ આપી તેમજ હાલ પુરતી કામગીરી બંધ કરી દેવા જણાવ્યું છે.

ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખતી વખતે પાણીની મેઇન લાઈન તૂટી હતી

ડીસા શહેરમાં જીઓ કંપની દ્વારા ઓપ્ટિકલ ફાઈબર કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે. કંપની દ્વારા નગરપાલિકા પાસે જ્યારે આ માટે પરમિશન માંગી હતી ત્યારે નગરપાલિકા દ્વારા શરતોને આધીન મંજૂરી અપાઈ હતી. જેમાં અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇનમાં કોઈ નુકસાન થશે તો તેનું મરામત કંપનીએ કરવાનું રહેશે અને યથાવત પરિસ્થિતિ કરવી પડશે. ત્યારે જિયો કમ્પની દ્વારા રીસાલા ચોકમાં કેબલ નાખવાની કામગીરી દરમિયાન પાણીની મેઈન લાઈન તોડી નાખવામાં આવતા તેમજ કંપની દ્વારા રીપેરીંગ ન કરાતા લાખો લીટર પાણી વહી ગયું હતું. તેમજ બે દિવસ સુધી રીપેરીંગની કોઈ કામગીરી નહિ કરતા લોકોને પાણી મળ્યું ન હતું.

શહેરીજનોને બે દિવસ પાણી વગર ટળવળવ્યું પડ્યું

આથી નગરપાલિકાએ પોતાના માણસો મેન પાવર અને મશીન પાવર લગાવી મહા મહેનતે પાઇપ લાઇન રીપેરીંગ કરી હતી. જેથી નગરપાલિકાએ આ માટે કંપનીને રૂપિયા 50,000 નો ખર્ચ ચૂકવવા નોટિસ આપી છે. તેમજ પાઇપલાઇન તોડ્યા બાદ કોઈ કામગીરી ન કરવામાં આવતા નગરપાલિકાએ તેઓને આપેલી મંજૂરીની શરતોનો ભંગ કર્યો હોવાથી હાલ કોઈ કામગીરી ન કરવા પણ જણાવ્યું છે.

આ પણ વાંચો :બનાસકાંઠા : પાલનપુરના ગૃહિણીએ લગ્નની એનિવર્સરી ના દિવસે દેહદાન નેત્રદાન સંકલ્પ કર્યો

Back to top button