ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પાલનપુરના ગૃહિણીએ લગ્નની એનિવર્સરી ના દિવસે દેહદાન નેત્રદાન સંકલ્પ કર્યો

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે રહેતા પુષ્પાબેન બાયડ જેઓ આંગણવાડી ખાતે સહાયકની ફરજ નિભાવે છે. નાના બાળકોને અભ્યાસ કરાવવાની કામગીરી કરે છે. આ સાથે તેઓને લોકસેવા અને માનવસેવા કરવી ગમે છે .સેવાના એક ઉમદા વિચાર સાથે તેમને જણાવ્યું હતું કે, લગ્ન વખતે તેમના પિતાએ તેમનું કન્યાદાન કરેલું. તેથી લગ્નની એનિવર્સરી ના દિવસે હું પણ કંઈક સેવા દાન કરું જે સમાજના ઉપયોગી થાય. તેથી તેમણે દેહદાન- નેત્રદાન સંકલ્પ આજના દિવસે જાહેર કર્યો હતો.

તેમના ચક્ષુઓ કોઈના અંધાપો નિવારવા માટે કામમાં આવશે અને દેહદાનથી મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દેહદાન ઉપયોગી નીવડશે. તેમને પોતાનું દેહદાન સંકલ્પપત્ર જનસેવા એજ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર ના દેહદાન નેત્રદાન કાઉન્સિલર જયેશભાઈ બી સોનીને જમા કરાવ્યું હતું .પુષ્પાબેન બાયડને તેમના લગ્નની એનિવર્સરીના દિવસે દેહદાન નેત્રદાનનો સંકલ્પ કરવા માટે બદલ જનસેવા એ જ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા…દેહદાન, નેત્રદાન,અંગદાન માટે 9824932506 જયેશભાઇ સોની આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસાના ઘન કચરા નિકાલની સાઈટની જગ્યા ખાલી કરાવવા માંગ

Back to top button