IPL-2023ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2023 CSK vs RCB : બેંગ્લોરે ટોસ જીત્યો, ચેન્નાઈ કરશે પહેલા બેટિંગ, જુઓ બંને ટીમની પ્લેઈંગ 11

Text To Speech
  • બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
  • ચેન્નાઈ અને બેંગ્લોરની સીઝનમાં પાંચમી – પાંચમી મેચ
  • બંને ટીમે બે – બે મેચ જીતી છે

IPLની 24મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે થઈ રહ્યો છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સોમવારે (17 એપ્રિલ) બંને ટીમો સામ-સામે છે. આરસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સિઝનમાં ચેન્નાઈની પાંચમી મેચ છે. અત્યાર સુધીમાં તેણે બે મેચ જીતી છે અને બે મેચ હારી છે. આ સાથે જ આરસીબીએ ચારમાંથી બે મેચ જીતી છે.

ચેન્નાઈની ટીમ પ્રથમ બેટિંગ કરશે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. RCBએ પ્લેઇંગ-11માં એક પણ ફેરફાર કર્યો નથી. ચેન્નાઈએ ટીમમાં એક ફેરફાર કર્યો છે. સિસાંડા મગાલા ઈજાના કારણે રમી રહી નથી. ધોનીએ મથિશા પથિરાનાને ટીમમાં સામેલ કર્યો છે.

RCB સામે ચેન્નાઈનો રેકોર્ડ આવો છે

ચેન્નાઈ સુપર કિંગ્સે RCB સામે અત્યાર સુધીમાં 19 મેચ જીતી છે. તેને 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી પાંચ મેચમાં ચેન્નાઈનો દબદબો જોવા મળી રહ્યો છે. તેણે પાંચમાંથી ચાર મેચ જીતી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ-11: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, વેઈન પાર્નેલ, મોહમ્મદ સિરાજ, વૈશાક વિજયકુમાર.

ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્લેઈંગ-11: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર), મતિષા પથિરાના, મહિષ તિક્ષ્ણ, તુષાર દેશપાંડે.

Back to top button