ટ્રેન્ડિંગધર્મ

ફેંગશુઇના આ ઉપાયોથી ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિઃ ખુલશે સફળતાના દ્વાર

Text To Speech
  • ફેંગશુઇ વાસ્તુ શાસ્ત્રમાં માછલી, કાચબો, દેડકો, ડ્રેગન, ઉંટ અને હાથી લકી મનાય છે.
  • તેના ઉપયોગથી વ્યક્તિની ઉન્નતિ અને ભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
  • હિન્દુ ધર્મમાં હાથીને માતા લક્ષ્મીનું વાહન અને સેવક માનવામાં આવે છે.

ફેંગશુઇ એક પ્રાચીન કળા છે, જેનું ચલણ હવે ભારતમાં પણ વધી રહ્યું છે. આ ચીની વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં સુખ-સમૃદ્ધિ, સફળતા અને સકારાત્મક ઉર્જા માટે ઘણા ઉપાયો બતાવાયા છે. તેના ઉપયોગથી વ્યક્તિની ઉન્નતિ અને ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. ફેંગશુઇ વાસ્તુ શાસ્ત્રમાં માછલી, કાચબો, દેડકો, ડ્રેગન, ઉંટ અને હાથી જેવી વસ્તુઓ ઘરે રાખવી લકી માનવામાં આવે છે. આ દરેક વસ્તુઓનું એક અલગ મહત્ત્વ છે.

ફેંગશુઇના આ ઉપાયોથી ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિઃ ખુલશે સફળતાના દ્વાર hum dekhenge news

વાસ્તુ શાસ્ત્રમાં હાથીની મૂર્તિ રાખવાનું પણ ખાસ મહત્ત્વ છે. હિન્દુ માન્યતાઓ અનુસાર હાથી ધનની દેવી લક્ષ્મીની સેવામાં રહે છે. તો આજે ફેંગશુઇ સાથે જોડાયેલા હાથીના કેટલાક એવા ઉપાયો જાણીએ જે કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થઇ શકે છે અને સાથે સાથે સફળતાના દ્વાર પણ ખુલે છે.

ફેંગશુઇના આ ઉપાયોથી ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિઃ ખુલશે સફળતાના દ્વાર hum dekhenge news

  • હિન્દુ ધર્મમાં હાથીને માતા લક્ષ્મીનું વાહન અને સેવક માનવામાં આવે છે. જે ધરમાં મુખ્ય દ્વાર પર સુંઠ ઉઠાવેલા હાથીની મુર્તિ લાગેલી હોય છે, ત્યાં હંમેશા સમૃદ્ધિ અને સકારાત્મકતા જળવાયેલી રહે છે. ફેંગશુઇ અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર હાથીની પ્રતિમા લગાવવાથી વ્યક્તિને કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે.
  • ફેંગશુઇ વાસ્તુશાસ્ત્ર અનુસાર હાથીને સૌભાગ્યનું પ્રતિક પણ માનવામાં આવે છે. જો ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ હાથીની મુર્તિ રાખવામાં આવે તો સુખ, સુરક્ષા, સૌભાગ્યમાં વધારો થાય છે અને સંપતિનું આગમન થાય છે.
  • આ ચાઇનીઝ વાસ્તુશાસ્ત્ર અનુસાર હાથીની મૂર્તિને જો ભણવાની જગ્યાએ રાખવામાં આવે તો તેનાથી મનમાં એકાગ્રતા અને કરિયરમાં સફળતા મળે છે. ઉલ્લેખનીય છે કે સ્ટડી ડેસ્ક પર હાથીની મૂર્તિ રાખવાનું શુભ માનવામાં આવે છે.
  • ચાંદીના હાથીને ઉત્તર દિશામાં રાખવાનું શુભ માનવામાં આવે છે. ચાંદીના હાથીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી આવકના સ્ત્રોત વધી શકે છે.

આ પણ વાંચોઃ જો જો મહેમાનોને ન પૂછી બેસતા આ સવાલઃ સંબંધો બગડી શકે છે

Back to top button