હવામાન વિભાગ દ્વારા આ સપ્તાહની હવામાનની આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 4-5 દિવસ દરમિયાન ગરમીના મોજાની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે. આ અગાઉ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને હવે આકરી ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : યુવરાજસિંહે કહ્યું; એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ……અને આજે તેઓ દેશના વડાપ્રધાન છે
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે મહત્તમ તાપમાન અને હીટ વેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગાહી મુજબ રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 39 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકવાની સંભાવના છે. હજુ તો ગરમીની બરાબર શરૂઆત થઈ નથી ત્યાં તાપમાન 40 ડિગ્રી પાર જવાની આગાહીથી અંદાજો લગાવી શકાય છે આગામી સમયમાં ઉનાળો કેવો રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે ગરમી અન્ય વર્ષોની સરખામણીમાં વધુ રહેશે. આજના તાપમાનની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અન્ય શહેરોની વાત કરવામાં આવે તો વડોદરામાં 41 ડિગ્રી, રાજકોટમાં 41 ડિગ્રી, સુરતમાં 40 ડિગ્રી, ઈડરમાં 41 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી, પાટણમાં 41, બોટાદમાં 42 ડિગ્રી, ભાવનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.