ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

જો જો મહેમાનોને ન પૂછી બેસતા આ સવાલઃ સંબંધો બગડી શકે છે

Text To Speech
  • આપણે અતિથિ દેવો ભવ કહીને અતિથિનું સન્માન કરીએ છીએ.
  • ભારતમાં લગભગ તમામ લોકો મહેમાન સાથે સારી રીતે જ વર્તે છે.
  • અજાણતા મહેમાનોને કોઇ સવાલ પુછાઇ જાય છે, તો તેમને ખરાબ લાગી શકે છે.

આપણા ભારતમાં મહેમાનોને ભગવાન કહેવામાં આવે છે. આ જ કારણ છે કે આપણે અતિથિ દેવો ભવ કહીને અતિથિનું સન્માન કરીએ છીએ. આવા સંજોગોમાં આપણી ફરજ છે કે આપણે અતિથિનું સન્માન કરીએ. તેમનો આદર સત્કાર કરીએ. તેમના સ્વાગતમાં કોઇ કમી ન રાખીએ. આમ તો ભારતમાં લગભગ તમામ લોકો મહેમાન સાથે સારી રીતે જ વર્તે છે, ખાસ કરીને ગુજરાતમાં સારી મહેમાનગતિ માણવા મળે છે, પરંતુ અજાણતા મહેમાનોને કોઇ સવાલ પુછાઇ જાય છે, તો મહેમાનને ખરાબ લાગી શકે છે. આવો એ સવાલો વિષે જણાવીએ જે ભુલેચુકે મહેમાનને ન પૂછવા જોઇએ.

જો જો મહેમાનોને ન પૂછી બેસતા આ સવાલઃ સંબંધો બગડી શકે છે hum dekhenge news

પાછા જવા અંગે ન પુછો

જો તમારા ઘરે કોઇ મહેમાન આવે તો તેને ક્યારેય ન પુછવુ જોઇએ કે તમે ક્યારે પાછા જશો. તમે કદાચ બહુ સહજતાથી આ સવાલ પુછી રહ્યા હો પણ આ સવાલ તેમને ખોટુ લગાડી શકે છે. તમે ક્યારેક ફેરવી ફેરવીને પણ એવુ પુછવાની કોશિશ ન કરશો. આમ કરવાથી મહેમાન નારાજ થઇ જાય છે.

તમારી પ્રસંશાના પુલ ન બાંધો

જો તમારા ઘરે કોઇ મહેમાન આવ્યા હોય તો તમારી પ્રશંસાના પુલ ન બાંધો. શો ઓફ કરવાથી બચો. કેટલાક મહેમાન શો ઓફ કરનારા હોઇ શકે છે, પરંતુ તમારે ક્યારેય તમારી લક્ઝરી જિંદગી, યાત્રાઓનુ શો ઓફ ન કરવું જોઇએ. નહીં તો મહેમાનને લાગશે કે તમે ઘરે બોલાવીને તેમની બેઇજ્જતી કરો છો.

જો જો મહેમાનોને ન પૂછી બેસતા આ સવાલઃ સંબંધો બગડી શકે છે hum dekhenge news

કમાણી સંબંધિત સવાલ ન કરો

દુનિયામાં દરેક વ્યક્તિ પોતાનું પેટ ભરવા માટે કમાય છે. કોઇ વધુ કમાય છે તો કોઇ ઓછુ. જો તમારા મહેમાનની નોકરી છુટી ગઇ હોય અથવા તેની આવક ઓછી હોય અને તમે તેમની આવક વિશે પુછી લેશો તો તેમને ખરાબ લાગી શકે છે.

આ પણ વાંચોઃ ‘આ પંજાબ છે, ભારત નહીં’, મોઢા પર તિરંગો લગાવીને આવેલી યુવતીને સુવર્ણ મંદિરમાં પ્રવેશતા અટકાવી

Back to top button