બનાસકાંઠા: ડીસા માર્કેટ યાર્ડમાં ખેડૂત વિભાગના દસ ડિરેક્ટરની ચૂંટણી, મતદાન માટે લાગી કતાર
પાલનપુર: ઉત્તર ગુજરાતના બીજા નંબરના ગણાતા ડીસા માર્કેટયાર્ડ માં ખેડૂત વિભાગની 10 બેઠકો માટેની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા સોમવારે સવારે શરૂ થઈ હતી. આ મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા માટે ખેડૂત મતદારો સવારથી જ લાંબી કતારમાં લાગી ગયા હતા. અને ઉત્સાહપૂર્ણ રીતે મતદાનમાં ભાગ લઈ રહ્યા હતા.
માવજીભાઈ દેસાઈ અને ગોવાભાઇ દેસાઈ વચ્ચે ટક્કર
આ ચૂંટણીમાં ભાજપ સમર્થિત ધારાસભ્ય અને માર્કેટ યાર્ડના વર્તમાન ચેરમેન માવજીભાઈ દેસાઈ અને કોંગ્રેસના ગોવાભાઇ દેસાઈ વચ્ચે ચૂંટણી જંગ છે. ચૂંટણીને લઈને સાત જેટલા બુથ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા : ડીસા માર્કેટ યાર્ડમાં ખેડૂત વિભાગના દસ ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ #deesa #palanpur #Elections2023 #apmc #apmcelection #farmers #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/fTycg8Edrx
— Hum Dekhenge News (@humdekhengenews) April 17, 2023
કુલ 2939 મતદારો પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ
અગાઉ વેપારી વિભાગના ચાર અને તેલીબિયા વિભાગના બે ઉમેદવારો મળીને કુલ છ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. જ્યારે બાકી રહેતા ખેડૂત વિભાગના 10 ડિરેક્ટરો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ 10 બેઠકો માટે કુલ 2939 ખેડૂત મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જ્યારે ખેડૂત પેનલ માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના અગ્રણીઓએ પોતાની પેનલ ની જીત નિશ્ચિત છે તેઓ દાવો વ્યક્ત કર્યો છે. આ મતદાન પ્રક્રિયા સોમવારે સાંજે પૂર્ણ થશે. જ્યારે મંગળવારે તેનું પરિણામ જાહેર થશે, જેના ઉપર સૌની મીટ મંડાઈ છે.
આ પણ વાંચો :તલાટીની પરીક્ષાને લઈને મોટા સમાચાર, આ તારીખ સુધી ભરી શકાશે સંમતિ પત્રક