નેશનલ

જાતિગત વસ્તી ગણતરી : કોંગ્રેસનો PM મોદીને પત્ર, આખરે કેમ 2૦21ની વસ્તી ગણતરી તાત્કાલિક કરવા માંગ

  • જેટલી વસ્તી, એટલી અનામતની માંગણી
  • ખડગેની દેશમાં જાતિગત ગણતરીની માંગણી
  • 2021ની વસ્તી ગણતરી હજુ પણ બાકી

જાતિગત વસ્તી ગણતરીનો મુદ્દો ઘણીવાર ઉઠાવવામાં આવ્યો છે. ભાજપ સરકાર દ્વારા 2021ની વસ્તી ગણતરી હજુ સુધી કરી નથી ત્યારે કોંગ્રેસ પાર્ટીએ જાતિગત ગણતરીનો મુદ્દો જોરશોરથી ઉઠાવવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગણી કરી છે કે 2021માં જે વસ્તીગણતરી થવાની હતી તે તાત્કાલિક કરવામાં આવે અને જાતિગત વસ્તી ગણતરીને તેનો અભિન્ન ભાગ બનાવવામાં આવે. આનાથી સામાજિક ન્યાય અને સશક્તિકરણ મજબૂત થશે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ખડગેનો આ પત્ર ટ્વિટર પર શેર કર્યો છે.

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશ ખડગેના પત્રનું ટ્વીટ

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ખડગેનો આ પત્ર ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં જણાવ્યું હતું કે જીતની આબાદી, ઉતના હક! કોંગ્રેસ અધ્યક્ષ @ ખડગે-જીએ PMને પત્ર લખીને માંગણી કરી છે કે 2021માં થનારી 10 વર્ષીય વસ્તી ગણતરી તરત જ કરવામાં આવે અને જાતિની વસ્તી ગણતરીને તેનો અભિન્ન ભાગ બનાવવામાં આવે. આનાથી સામાજિક ન્યાય અને સશક્તિકરણ વધુ મજબૂત બનશે.

તમને જણાવી દઈએ કે આ પહેલા રવિવારે રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર મોદીને 2011ની જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવા પડકાર ફેંક્યો હતો અને અનામત પરની 50 ટકાની મર્યાદાને હટાવવાની માંગ કરી હતી. રાહુલ ગાંધીએ 10 મેના રોજ યોજાનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા કોલારમાં કોંગ્રેસની ‘જય ભારત’ ચૂંટણી રેલીમાં આ માંગણી કરી હતી.

ભારતમાં ઓબીસી, દલિત અને આદિવાસીઓની સંખ્યા

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભારતમાં કેટલા ઓબીસી, દલિત અને આદિવાસીઓ છે. જો આપણે સંપત્તિ અને સત્તાના વિતરણ વિશે વાત કરતા હોઈએ તો પ્રથમ પગલું તેમની વસ્તીનું કદ શોધવાનું હોવું જોઈએ.’

આ પણ વાંચો : CM ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને મળ્યા, ‘સચિન પાયલટ સાથે કોઈ મતભેદ નહીં’

‘વડાપ્રધાન, તમે ઓબીસીની વાત કરો છો’

રાહુલ ગાંધી PM મોદી ઉપર વાર કરતા કહ્યું કે ‘UPA સરકારે 2011માં જાતિ આધારિત વસ્તીગણતરી કરી હતી. તેમાં તમામ જાતિના આંકડાઓ છે. વડાપ્રધાન, તમે ઓબીસીની વાત કરો છો. તે ડેટા સાર્વજનિક કરો. દેશને જણાવો કે દેશમાં કેટલા ઓબીસી, દલિત અને આદિવાસીઓ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો દરેકે દેશના વિકાસમાં ભાગ લેવો હોય તો દરેક સમાજની વસ્તી ગણતરી જરૂરી છે.

‘જો તમે આમ નહીં કરો તો તે ઓબીસીનું અપમાન છે’

રાહુલ ગાંધીએ કહ્યું, “કૃપા કરીને જાતિની વસ્તી ગણતરીના આંકડા જાહેર કરો જેથી દેશને ખબર પડે કે ઓબીસી, દલિતો અને આદિવાસીઓની વસ્તી કેટલી છે. જો તમે આવું નહી કરો તો તે ઓબીસીનું અપમાન છે. ઉપરાંત, અનામત પરની 50 ટકાની મર્યાદા દૂર કરો.”

આ પણ વાંચો : PACના અધ્યક્ષનું પદ કોંગ્રેસને નહીં મળે, જાણો શું રમાશે રમત 

સચિવો ભારત સરકારની કરોડરજ્જુ

રાહુલ ગાંધીએ સચિવો પર ધ્યાન દોરતા જણાવ્યું હતું કે સચિવો ભારત સરકારની કરોડરજ્જુ છે, પરંતુ કેન્દ્ર સરકારમાં માત્ર 7 ટકા જ સચિવો દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના છે.

UPA જાતિની વસ્તી ગણતરી કરી

કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA) સરકારે 2011 માં સામાજિક આર્થિક અને જાતિ વસ્તી ગણતરી (SECC) હાથ ધરી હતી. જાતિના ડેટાને છોડીને વસ્તી ગણતરીનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : દેશમાં વાઘની ગણતરીનું કામ પૂર્ણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યા આંકડા

સુપ્રીમ કોર્ટે અને અનામતની મર્યાદા

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર અનામતની મર્યાદા 50 ટકાથી વધુ ન હોવી જોઈએ. કોર્ટના મતે, વિવિધ સમુદાયો માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની મર્યાદાને ઓળંગવી જોઈએ નહીં. જો કે કેટલાક રાજ્યોએ આ મર્યાદા કરતાં વધુ આરક્ષણ આપ્યું છે.

Back to top button