ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 હજાર 111 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ચેપને કારણે 27 લોકોના મોત થયા છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો થયો છે. જો કે, સક્રિય દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સોમવારે સવાર સુધીમાં દેશમાં કોરોનાના 60 હજાર 313 દર્દીઓ છે.
આ પણ વાંચો : Karnataka : પૂર્વ સીએમ જગદીશ શેટ્ટર ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા
આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી પ્રભાવિત લોકોની કુલ સંખ્યા વધીને 4,48,27,226 થઈ ગઈ છે. કોરોના સંક્રમણને કારણે મૃત્યુઆંક 5 લાખ 31 હજાર 141 પર પહોંચી ગયો છે. રવિવાર-સોમવાર વચ્ચે સૌથી વધુ 6 મૃત્યુ ગુજરાતમાં થયા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ચાર, દિલ્હી-રાજસ્થાનમાં ત્રણ-ત્રણ, મહારાષ્ટ્રમાં બે, બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, કેરળ, ઝારખંડ અને તમિલનાડુમાં એક-એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. કેરળના મૃત્યુઆંકમાં ત્રણ મોતનો પણ ઉમેરો થયો છે. હાલમાં, દેશમાં દૈનિક ચેપ દર 8.40 ટકા નોંધાયો છે, જ્યારે સાપ્તાહિક ચેપ દર 4.94 ટકા છે. ભારતમાં દર્દીઓનો સાજા થવાનો દર 98.68 ટકા છે.