- RTE હેઠળ એડમિશન અપાવવાના નામે છેતરપિંડી
- સર્વ શિક્ષા અભિયાનના લોગો સાથેની પત્રિકાઓ થઈ વાયરલ
- મનગમતી શાળામાં એડમિશન કરાવી આપવાનું કહી છેતરપિંડી
RTE હેઠળ એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે RTE હેઠળ એડમિશન અપાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ સોશિયલ મીડિયામા સર્વ શિક્ષા અભિયાનના લોગો સાથેની પત્રિકાઓ વાયરલ થઈ રહી છે. જેમાં RTE હેઠળ એડમિશન લેવા માટેRTE CAFE નામની વેબસાઈટ પર લોકોને ડોક્યુમેન્ટ જમા કરાવવાનું કહેવામાં આવી રહ્યું છે.
RTE હેઠળ એડમિશનના નામે છેતરપિંડી
ગરીબ બાળકોને ખાનગી શાળામાંપ્રવેશ માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ત્યારે આ વચ્ચે લોભામણી સ્કીમની લાલચ આપીને વાલીઓને તેમના બાળકોનું RTE હેઠળમનગમતી શાળામાં એડમિશન કરાવી આપવાનું કહી છેતરપિંડી આચરવાની ઘટના પ્રકાશમાં આવી છે.
RTE કેફના નામે પોસ્ટર વાઈરલ
સર્વ શિક્ષા અભિયાનના લોગો સાથે એક પત્રિકા ફરતી થઈ છે જેમાં રૂ.3 હજારમાં મનગમતી શાળામાં એડમિશન કરાવી આપવાનું કહેવામા આવ્યું છે. અને તેમાં RTE માં 100 ટકા એડમિશન આપવામાં આવશે તેવું પણ જણાવવામા આવી રહ્યું છે. RTE CAFE નામની વેબસાઈટ બનાવીને વાલીઓને છેંતરવામા આવી રહ્યા છે. આ સમગ્ર ઘટનામાં હેતલ સોની નામની યુવતી મુખ્ય કર્તાહર્તા હોવાનું સામે આવ્યું છે.