જામનગર જિલ્લા દૂધ સંઘે દૂધના ફેટના ભાવમાં કર્યો વધારો, પશુપાલકો થયા ખુશખુશાલ
- જામનગર જિલ્લા દૂધ સંઘે દૂધના ફેટનાભાવમાં વધારો
- દૂધના ભાવમાં કિલો ફેટે રૂ. 10 નો વધારો કર્યો
- મહિનામાં ત્રીજીવાર દૂધના ફેટના ભાવમાં વધારો
જામનગર જિલ્લા દૂધ સંઘ દ્વારા દૂધના ફેટની ખરીદીના ભાવમાં વધારો કરવામા આવ્યો છે. દૂધના ભાવમાં કિલો ફેટે રૂ. 10 નો વધારો કરવામા આવ્યો છે. જેથી અગાઉ દૂધના ફેટનો કિલોએ ફેટે રૂ.810થી વધીને રૂ.820 થયો છે. આમ દૂધમાં પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારોથતા પશુપાલકોને ફાયદો થશે.
દૂધના ફેટની ખરીદીના ભાવમાં વધારો
જામનગર જિલ્લા દૂધ સંઘ દ્વારા દૂધના ફેટની ખરીદીના ભાવમાં વધારો કરવામા આવ્યો છે. દૂધના ભાવમાં કિલો ફેટે રૂ. 10 નો વધારો કરવામા આવ્યો છે. જેથી દૂધનો કિલો ફેટે ભાવ રૂ.810થી વધીને રૂ.820 થઈ ગયો છે. મહત્વનું છે કે જામનગર જિલ્લા દૂધ સંઘ દ્વારા મહિનામાં ત્રીજીવાર દૂધના ફેટના ભાવમાં વધારો કરવામા આવ્યો છે. જેથી આ ભાવ વધારાને કારણે પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
પશુપાલકોમાં ખુશીનો માહોલ
આ અંગે જામનગર જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘના ચેરમેન કાન્તિલાલ ગઢિયાએ માહીતી આપતા જણાવ્યુ હતુ કે દૂધનો કિલો ફેટે રૂ. 10 નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેથી અગાઉ રૂ.810 પ્રતિ કિલો હતો જે હવે રૂ.820 પ્રતિ કિલો થયો છે.જામનગર દૂધ સંઘ દ્વારા ભાવ વધારાથી જામનગર જિલ્લાના પશુપાલકોમાં ખુશી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો : ડમી કાંડ મામલે સરકાર એક્શનમાં, તપાસ માટે SITની રચના કરાઈ