અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

હાટકેશ્વર બ્રિજ બાદ વધુ એક બ્રિજને લઈને આકરી કાર્યવાહી, કોન્ટ્રાક્ટ પરત લેવાશે

Text To Speech
  • હાટકેશ્વર બ્રિજ બાદ વધુ એક બ્રિજને લઈને કરાશે કાર્યવાહી
  • પલ્લવ પ્રગતિનગર ઓવરબ્રિજનો 104 કરોડનો કોન્ટ્રાક્ટ પરત લેવાશે
  • અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી કોન્ટ્રાક્ટ પરત લેવાશે

ગઈ કાલે અમદાવાદના હાટકેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ મામલો મોટી કાર્યવાહી કરવામા આવી હતી. ગઈ કાલે એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ આ કાર્યવાહી કરવામા આવી હતી. જેમા જવાબદાર અજય કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ પણ કરવામા આવી છે.ત્યારે અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી નારણપુરાના પલ્લવ પ્રગતિનગર ઓવરબ્રિજનો કોન્ટ્રાક્ટ પરત લેવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.

પલ્લવ પ્રગતિનગર ઓવરબ્રિજ-humdekhengenews

પલ્લવ પ્રગતિનગર બ્રિજને લઈને કાર્યવાહી

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મામલે AMCના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામા આવી હતી. અને આ ઓવરબ્રિજનું બાંધકામ કરનાર બે કન્સ્ટ્રક્શન કંપની સામે પોલીસ ફરિયાદ નોંધાવી અને ચાર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામા આવ્યા હતા. અને હાટકેશ્વર ઓવબ્રીજનું બાંધકામ કરનાર બે કંપનીઓ અજય એન્જીનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ અને પ્રોજેક્ટ મોનિટરિંગ કન્સલ્ટન્ટ અને એસજીએસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના અધિકારીઓ સામે FIR નોંધાવી છે. જેના કારણે અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી નારણપુરાના પલ્લવ પ્રગતિનગર ઓવરબ્રિજનો કોન્ટ્રાક્ટ પરત લેવામાં આવશે.

પલ્લવ પ્રગતિનગર ઓવરબ્રિજ-humdekhengenews

ઓવરબ્રિજની કામગીરી છેલ્લા એક મહિનાથી બંધ

અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાટકેશ્વર બ્રિજના વિવાદમાં આવી છે. જેના કારણે હવે કોન્ટ્રાક્ટર કંપની પાસેથી 104 કરોડનો કોન્ટ્રાક્ટ પરત લઈને અન્ય કોન્ટ્રાક્ટર પાસે કામગીરી કરવવામા આવે તેવી શક્યતા છે. મહત્વનું છે કે નારણપુરાના પલ્લવ પ્રગતિનગર ઓવરબ્રિજની કામગીરી છેલ્લા એક મહિનાથી બંધ છે. આ બ્રિજનું 30 ટકા કામ થયા બાદ કામગીરી એક મહિનાથી બંધ છે.

આ પણ વાંચો : પાટણમાં બેકાબુ કારે બાંકડા પર બેઠેલા 5 વૃદ્ધોને અડફેટે લીધા, એકનું મોત, 4 ઈજાગ્રસ્ત

Back to top button