કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ડમી કાંડમાં વધુ એક ખુલાસો : કરાઈ એકેડમીમાં તાલીમ લેતા યુવકે આપી પરીક્ષા

Text To Speech
  • ડમી કાંડમાં એક બાદ એક મોટા ખુલાસા
  • પોલીસ એકેડમીમાં તાલીમ લેતા યુવકે આપી પરીક્ષા
  • ભાવનગર પોલીસે બંને આરોપીઓની તપાસ હાથ ધરી

ભાવનગર ડમી કાંડમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારના કાંડનો વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાએ પર્દાફાશ કર્યો હતો અને 14 એપ્રિલના દિવસે પોલીસે 36 ડમી ઉમેદવાર સામે ફરિયાદ નોંધી હતી. જેમાંથી 4 ઉમેદવારોની ધરપકડ કરી લેવામા આવી હતી આ 4 આરોપી હાલ7 દિવસના રિમાન્ડ પર છે.અને આ અંગે તપાસ કરવામા આવી રહી છે. જેમાં પોલીસ એકેડમીમાં તાલીમ લેતા યુવકે પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે.

ડમી વિદ્યાર્થી-humdekhengenews

ડમી કાંડમાં વધુ એક ખુલાસો

ભાવનગર ડમી કાંડમાં દિવસેને દિવસે અનેક ખુલાસા સામે આવી રહ્યા છે.5 એપ્રિલના દિવસે યુવરાજસિંહ જાડેજાએ સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારોના કાંડનો પર્દાફાશ કર્યો હતો. જે બાદ રાજ્ય સરકારે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા. અને ગઈ કાલે આ મામલે યુવરાજ સિંહ પર પૈસા લઈને તોડ કરવાનો આરોપ લગાવવામા આવ્યો હતો.જ્યારે યુવરાજ સિંહે આ તમામ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. અને આ સ્પર્ધાત્મક પરિક્ષાઓમા મસમોટું કૌભાડ થઈ રહ્યું હોવાનું કહ્યું હતું. ત્યારે આ મામલે થઈ રહેલી તપાસમાં વધુ એક ખુલાસો થયો છે. આ કેસની તપાસમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2022માં ક્લાર્ક એન્ડ ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ની પરીક્ષામાં પોલીસ કરાઈ એકેડેમીમાં તાલીમ લઈ રહેલા યુવકે પરીક્ષા આપી હતી.

ભાવનગર પોલીસે આરોપીઓ તપાસ હાથ ધરી

મળતી માહિતી મુજબ કરાઈ એકેડમીમાં તાલીમ લઈ રહેલા યુવકે વર્ષ 2022માં ક્લાર્ક એન્ડ ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ની પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં અક્ષર બારૈયાની જગ્યાએ સંજય પંડ્યા નામના યુવકે પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે. જેથી ભાવનગર પોલીસે બન્નેને આરોપી બનાવીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો  : આજે રાજ્યભરમાં TET 1ની પરીક્ષા, બપોરે 3 થી 5 લેવાશે પેપર

Back to top button