એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝ

આજે રાજ્યભરમાં TET 1ની પરીક્ષા, બપોરે 3 થી 5 લેવાશે પેપર

Text To Speech
  • 86000 ઉમેદવારો પ્રાથમિક શિક્ષક બનવા પરીક્ષા આપશે
  • 4 મહાનગરપાલિકા વિસ્તારમાં આ પરીક્ષાનું આયોજન
  • 10થી 12 હજારનો સ્ટાફ પરીક્ષા દરમિયાન રહેશે હાજર

ગુજરાતમાં આજે રવિવારે પ્રાથમિક શિક્ષક બનવા માટેની ટેટ-1ની પરીક્ષા યોજાશે. રાજ્યની 4 મહાનગરપાલિકા વિસ્તારમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 1થી 5માં શિક્ષક બનવા માટે ફરજિયાત ટેટ-1ની પરીક્ષા પાસ કરવી પડે છે અને રવિવારે યોજાનારી પરીક્ષામાં 86,025 ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે.

બપોરે 3 વાગ્યાથી પેપર લેવાશે

આ અંગે રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પ્રકાશ ત્રિવેદીએ પરીક્ષા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ટેટ-1ની બપોરે 3થી 5 વાગ્યા દરમિયાન લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટે સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને કર્મચારીઓનો કુલ 10થી 12 હજારનો સ્ટાફ પરીક્ષા દરમિયાન હાજર રહેશે.

પરીક્ષા માટે 445 કેન્દ્રો રોકવામાં આવ્યા

કુલ ઉમેદવારોમાંથી ગુજરાતી માધ્યમમાં 83,336 ઉમેદવાર પરીક્ષા આપશે. આ સિવાય હિન્દી માધ્યમમાં 1337 ઉમેદવાર અને અંગ્રેજી માધ્યમમાં 1352 ઉમેદવાર પરીક્ષા આપશે. અમદાવાદ જિલ્લામાં સિટી અને રૂરલ વિસ્તારમાં પરીક્ષા યોજાશે. રાજ્યમાં ટેટ-1ની પરીક્ષા 445 કેન્દ્રો પરથી લેવાશે. જેના માટે વિવિધ કેન્દ્રો પરથી 4308 રૂમ રોકવામાં આવ્યા છે.

Back to top button