ડિસામાં ગેરકાયદેસર બાંધકામ કરનારની ખેર નહીં
ડિસા તાલુકાના ભોયણ ગામમાં અનુપ મંડળ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામ બાંધવામાં આવેલ હતો. ત્યારે આજે પ્રશાસન દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવીને આ બાંધકામને હટાવામાં આવ્યુ હતું.
અનુપ મંડળ દ્વારા ગેરકાયદેસર બાંધકામની સામે ડિસાના ધારાશાસ્ત્રી ધર્મેન્દ્રભાઈ ફોફાણી અને વરિષ્ઠ રાજનેતા પિંકેશ દોશીએ તેની સામે અવાજ ઉઠાવ્યો અને લાંબા સમયથી લડત લડી રહ્યાં હતા. ત્યારે આજે અનુપ મંડળ દ્વારા જે પણ ગેરકાયદેસર બાંધકામ બાંધવામાં આવેલ છે તેને તોડવાનો આદેશ પ્રશાસન દ્વારા આપવામાં આવ્યો છે. અનુપ મંડળ ધર્મેન્દ્ર ફોફાણી અને પિંકેશ દોશીનો વિરુદ્ધ કરી રહ્યાં છે ત્યારે સ્થાનિક લોકો ધર્મેન્દ્ર ફોફાણી અને પિંકેશ દોશીનો સમર્થનમાં આગળ આવ્યા છે.
અનૂપ મંડલ સામે ઘણા લાંબા સમયની લડતના સંઘર્ષ બાદ આજે ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે. ડિસાના પ્રખર ધારાશાસ્ત્રી ધર્મેન્દ્રભાઈ ફોફાણી અને વરિષ્ઠ રાજનેતા પિંકેશ દોશીની મહેનત રંગ લાવી છે. સ્થાનીકો દ્વારા તેમની આ લડતને બિરદાવવામાં આવી છે.
હાર્દિક હુંડિયાનું સમર્થન
અનુપ મંડળ દ્વારા ગેરકાયદેસર બાંધકામની આ લડતમાં હાર્દિક હુંડિયા પણ તેમના સમર્થનમાં આગળ આવ્યા છે. તોઓએ કહ્યું કે, મને વિશ્વાસ હતો કે અનુપ મંડળ સામેની આ લડત એક સમયે જરૂર રંગ લાવશે. ડિસાના ધર્મેન્દ્રભાઈ ફોફાણી અને પિંકેશ દોશીએ સરકારી કાનુની રીતે લડાઈ લડીને આ ગેરકાયદેસર બાંધકામને દુર કરવામાં આજે જીત મેળવી છે.