- લખનઉ સુપર જાયન્ટ્સ 4 માંથી ૩ મેચ જીત્યું છે
- પંજાબ કિંગ્સ 4 માંથી 2 મેચ જીત્યું છે
- રાહુલને હોમ ગ્રાઉન્ડ લખનઉને ટીમ જીત અપાવવાનો સારો મોકો
IPL 2023 ની 21મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાવવા જઈ રહી છે. પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગનો નિર્ણય લીધો છે. ટૂર્નામેન્ટમાં લખનઉનું અત્યાર સુધી શાનદાર પ્રદર્શન રહ્યું છે. તેણે 4 મેચ રમીને 3માં જીત મેળવી છે. જ્યારે પંજાબ કિંગ્સે 4માંથી 2 મેચ જીતી છે. જો કે આ મેચમાં પંજાબની ટીમ લખનૌને ટક્કર આપતી જોવા મળી શકે છે. કેએલ રાહુલની કેપ્ટનશીપમાં લખનઉની ટીમ હોમ ગ્રાઉન્ડ પર મેચ રમશે. જેથી તેને તેનો લાભ મળી શકે.
આ પણ વાંચો : IPL 2023 : સપના ગિલ કેસમાં પૃથ્વી શૉને હાઈકોર્ટની નોટીસ, જાણો શું છે સમગ્ર મુદ્દો
લખનઉની ટીમ પ્રથમ બેટિંગ કરશે
પંજાબ કિંગ્સના કાર્યકારી કેપ્ટન સેમ કરણે લખનઉ સુપર જાયન્ટ્સ સામે ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. તેણે ટોસ દરમિયાન કહ્યું હતું કે ધવનને થોડી ઈજા છે અને તે જલ્દી સાજો થઈ જશે. જયારે સિકંદર રઝાની ટીમમાં વાપસી થઈ છે.
આ પણ વાંચો : IPL 2023 : RCB ની 23 રને શાનદાર જીત, દિલ્હી કેપિટલ્સનો સતત 5મો પરાજય
શિખર ધવન મેચની બહાર
ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી રહેલા પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન આ મેચમાં નહીં રમે. તેના સ્થાને સેમ કરણ ટીમની કમાન સંભાળશે. ધવન ઈજાના કારણે મેચમાં નથી રમી રહ્યો ત્યારે સેમ કરણ પંજાબ કિંગ્સને જીત આપી પોતાની આવડત બતાવાનો સારો મોકો છે.
આ પણ વાંચો : IPLમાં ધોનીના નામે વધુ એક રેકોર્ડ, CSKમાં કેપ્ટન તરીકે 200મી મેચ માટે સન્માનિત
બંને ટીમોના પ્લેઇંગ-11
પંજાબ કિંગ્સ : અથર્વ તાયડે, મેથ્યુ શોર્ટ, હરપ્રીત સિંહ ભાટિયા, સિકંદર રઝા, સેમ કરણ (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ.
લખનઉ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ (સી), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનીસ, ક્રુણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટ), આયુષ બદોની, અવેશ ખાન, યુદ્ધવીર સિંહ ચરક, માર્ક વુડ, રવિ બિશ્નોઈ.