બનાસકાંઠા: ડીસાના ડાવસ ગામે કલેકટરમાં કરેલી અરજી વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપ્યુ
પાલનપુર: ડીસા તાલુકાના ડાવસ ગામના એક વ્યક્તિએ કલેક્ટરમાં અરજી કરી ગામના કેટલાક લોકોએ સરકારી જમીન પચાવી પડી હોવાથી તેમની સામે ગુનો નોંધવા આક્ષેપ કર્યો હતો. જેની સામે ગ્રામજનોએ આ અરજી ખોટી હોવા અંગે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.
ડીસા તાલુકાના ડાવસ ગામે રહેતા હરીજી નરસાજી કુંભારે જિલ્લા કલેક્ટરમાં અરજી કરી કેટલાક લોકોએ ગામમાં જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ કરી તેમની સામે ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધવા રજૂઆત કરી હતી.
ગામના કેટલાક લોકોએ જમીન પચાવી પાડી હોવાની અરજી એક વ્યક્તિએ કરી હતી
જેની સામે ગ્રામજનોએ ડીસા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે ,તેઓના વિરુદ્ધ કરાયેલ કલેક્ટરમાં કરાયેલી અરજી ખોટી છે. તેઓની પાંચ પેઢીઓ 200 વર્ષ કરતા પણ જુના સમયથી ડાવસ ગામમાં રહે છે, અને આઝાદી અગાઉથી તેઓ પાક્કા મકાનો ધરાવે છે. તેમજ ઘરવેરો પંચાયતનો વેરો ભરે છે. અને વર્ષોથી લાઈટ કનેક્શન પણ ધરાવે છે. તેઓએ કોઈ દબાણ કરેલું હોવા ન છતાં ગામના એક વ્યક્તિ તેઓને હેરાન કરવાના બદઈરાદાથી આ ખોટી અરજી કરેલી છે .જેથી સરકારી કક્ષાએથી આ જગ્યાએ માપણી કરી આવી ખોટી અરજી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી આવેદનપત્રમાં માંગણી કરાઈ હતી.
આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસામાં ઝડપાયેલા બે શખ્સોએ વધુ પાંચ ચોરીની કરી કબૂલાત