ભારતની આ જગ્યાઓ પર ગમે ત્યારે મળશે ફોરેનર્સઃ એક્સપ્લોરિંગ માટે બેસ્ટ
- ભારતમાં ફરવા માટેની અઢળક જગ્યાઓ
- કેટલીક જગ્યાઓએ બારે માસ ફોરેનર્સના દર્શન
- તાજમહેલ ફેમસ પર્યટન સ્થળોમાનું એક
ભારતમાં ઘણા બીચ છે, ઘણા ઉંચા ઉંચા પહાડો છે, ક્યાંક ગાઢ જંગલો છે તો ક્યાંક રણ છે. અહીં ધાર્મિક સ્થળો પણ છે, તો બાળકોને મજા આવે તેવી જગ્યાઓ પણ છે. આ જ કારણ છે કે ભારતની કેટલીક જગ્યાઓ ભારતીયોની સાથે સાથે ફોરેનર્સની પણ ફેવરિટ છે. આવો જાણીએ એવી કઇ જગ્યાઓ છે જ્યાં આખા વર્ષના કોઇ પણ સમયે ફરવા જશો તો તમને વિદેશી પ્રવાસીઓ મળી આવશે.
તાજમહેલ
તાજમહેલ ભારતના સૌથી ફેમસ પર્યટન સ્થળોમાંથી એક છે. સફેદ મારબલમાંથી બનેલી આ વિશાળ ઇમારતને જોવા દુર દુરથી લોકો આવે છે. તેને મોગલ સમ્રાટ શાહજહાંના આદેશ પર બનાવાયુ હતુ. તેણે પોતાની પત્ની મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવ્યો હતો. આ ભારતની સૌથી વધુ જોવાતી જગ્યાઓમાંથી એક છે.
ગોલ્ડન ટેમ્પલ
ગોલ્ડન ટેમ્પલ અમૃતસર પંજાબની ઐતિહાસિક ઇમારત અને પવિત્ર સ્થળ છે. મંદિરનું નિર્માણ 1581માં શરૂ થયુ હતુ અને 1604માં પુરુ કરાયુ. ભારતના શીખ તીર્થસ્થળોમાં તે સૌથી પવિત્ર માનવામાં આવે છે. અહીં દર વર્ષે લાખો પર્યટકો આવે છે. તે ભારતના પ્રસિદ્ધ પર્યટન સ્થળોમાંથી એક છે. અહીં મોટી સંખ્યામાં વિદેશીઓ આવે છે.
સ્વામીનારાયણ મંદિર અક્ષરધામ
ભારતમાં સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર દિલ્હી સૌથી મોટા હિંદુ મંદિરોમાંથી એક છે. સ્વામીનારાયણ અક્ષરધાન ભારતના પ્રસિદ્ધ પર્યટન સ્થળોમાં સામેલ છે. તે દર વર્ષે લાખો વિદેશી પર્યટકોને આકર્ષિત કરે છે.
ગોવા
ગોવા પશ્વિમી સમુદ્ર તટમાં દુનિયાના કેટલાક શાનદાર બીચ છે. તેમાં અગોંડા બીચ. માંડ્રેમ અને કૈલગુંટ બીચ સામેલ છે. મોટાભાગે અહીં વિદેશીઓ આવે છે. કેટલાક વિદેશી એકાંત શોધવા માટે પણ ગોવા આવે છે.
આ પણ વાંચોઃ બદ્રીનાથ ધામમાં કેમ નથી વગાડાતો શંખઃ બહુ રસપ્રદ છે રહસ્ય