ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: દાંતામાં ક્વાર્ટર્સમાં પડેલી મેડિકલ ઓફિસરની કાર પર પથ્થરમારો

Text To Speech

પાલનપુર: દાંતા તાલુકો વડુ મથક હોવાના કારણે તમામ સરકારી કચેરીઓ દાંતા ખાતે આવેલી છે. ત્યારે તાલુકામાં વસવાટ કરતા લોકોના તમામ સરકારી કામકાજોના નિરાકરણ દાંતા ખાતે થતા હોય છે. શુક્રવારે દાંતા સિવિલ હોસ્પિટલ ખાતે કામગીરી કરતા મેડિકલ ઓફિસરની ગાડી પર પથ્થરમારો થતા સમગ્ર મામલે ચકચાર મચી જવા પામી છે.

અસામાજિક તત્વો કોઈપણ અપરાધિક ગતિવિધિઓ કરતા હોય છે

દાંતા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર બી.એચ. ચારણની ગાડી પર કોઈ અજાણ્યા વ્યક્તિએ પથ્થરમારો કર્યો હતો. શુક્રવારે મેડિકલ ઓફિસરની સ્વિફ્ટ ગાડી જે રાત્રિના સમયે તેમના કવાટર્સ આગળ પડી હતી. તે દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમની ઉભી ગાડી પર આગળના કાચ અને પાછળના કાચના ભાગે પથ્થરમારો કર્યો હતો. જેથી ગાડીને નુકશાન પહોંચતા દાંતા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર બી.એસ.ચારણ દ્વારા દાંતા પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવામાં આવી છે. જેમાં મેડિકલ ઓફિસર પર હુમલાની કોઈ વાત કરવામાં આવી નથી. ત્યારે દાંતા પોલીસે અરજીના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :બનાસકાંઠા: આગડોલમાં પરિવાર રમેલમાં ગયો અને તસ્કરો તિજોરી તોડી રૂ. એક લાખને દાગીનાની ચોરી કરી ગયા

Back to top button