ડમીકાંડ મામલે ગંભીર આરોપો લાગતા યુવરાજ સિંહે આપ્યો આ જવાબ
- વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપો
- ડમી વિદ્યાર્થી કાંડ બાબતે નામ ન લેવા લીધી મોટી રકમ
- યુવરાજસિંહે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
ડમી પરીક્ષાર્થી કાંડને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પર આક્ષેપ થતા ભારે ખળબળાટ મચી જવા પામ્યો છે. યુવરાજસિંહના જૂના સાથી બિપિન ત્રિવેદીએ તેમના પર ડમી કાંડમાં નામ ન લેવા બાબ તોડ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે આ અંગે યુવરાજ સિંહની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
યુવરાજ સિંહે તેમના પર લાગેલા આરોપોને કર્યો ખુલાસો
યુવરાજના જ નજીકના વ્યક્તિ બિપિન ત્રિવેદીએ તેમના પર ખુબ મોટો આરોપ લગાવ્યો છે. હાલ બિપીન ત્રિવેદીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવરાજસિંહ દ્વારા નામ નહીં લેવાની શરતે મોટી રકમ લીધી હોવાનો આરોપ લગાવવામા આવ્યો છે.વીડિયો સામે આવતાની સાથે જ રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે યુવરાજ સિંહે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. યુવરાજ સિંહે આ તમામ આરોપોને ખોટા અને પાયા વિહોણા ગણાવ્યા છે. યુવરાજ સિંહે સમગ્ર મામલે તેમના વિરુદ્ધ ષડયંત્ર થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.
જાણો યુવરાજ સિંહે શું કહ્યું ?
વધુમાં યુવરાજ સિંહે કહ્યું કે , રાજકીય વ્યક્તિનું કદ, મંત્રી પદ ગયું તે મારા કારણે ગયું છે તેવું એને લાગે છે. તે ગમે તેમ કરીને યુવરાજને ફસાવશે, તે રાજકીય દાવપેચનો રાજકીય જવાબ આપીશ. હું કોઈને પણ કોઈ સંજોગોમાં નહીં છોડું. તમે ખોટું કર્યું છે, તમારે ભોગવવું જ પડશે, મારી પાસે 35 લોકોના લિસ્ટ હતા. મને 2 કરોડ સુધીની ઓફરો આપી છે. પણ હું નહીં છોડું. લડી લેવા તૈયાર જ છીએ. હું આ બિપિન ત્રિવેદીને જાણું છું. તે વ્યક્તિની બુકને લઈને અગાઉ મળવાનું થયું હતું પણ હવે તે તેમના સામાજીક સાથે સાથે રાજકીય ષડયંત્ર છે.બિપિન ત્રિવેદી સામાજીક એજન્ટ બનીને આવ્યા હતા. તે આર્થિક વ્યવહારની લેતીદીતી થઈ નથી, આ એજન્ટો સાથે મુલાકાતનું એટલું જ કારણ હતું કે મારે તેમની પાસેથી માહિતીઓ કઢાવવાની હતી, મેં પૈસા લીધાની વાતરાજકીય ષડયંત્રનો એક ભાગ છે.
આ પણ વાંચો : ડમી કાંડમાં મોટો આક્ષેપ, યુવરાજસિંહે નામ ન લેવા બાબતે કર્યો તોડ !