15 એપ્રિલથી બે મહિના સુધી શનિ બનાવશે વિષ યોગઃ આ રાશિ ચેતે
- ચંદ્રમા અને શનિની ચાલ લગભગ એક જેવી હોય છે.
- ચંદ્રમા કોઇ રાશિમાં અઢી દિવસ સુધી રહે છે.
- શનિ કોઇ પણ રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે.
આજથી એટલે કે 15 એપ્રિલથી શનિ અને ચંદ્રમા એક વિષ યોગ બનાવશે. કુંભ રાશિમાં ચંદ્રમા અને શનિની યુતિ બનવાના કારણે વિષ યોગ બની રહ્યો છે. લગભગ અઢી મહિના સુધી ત્રણ રાશિના લોકોએ ખાસ્સી સમસ્યાઓનો સામનો કરવો પડશે. ચંદ્રમા અને શનિની ચાલ લગભગ એક જેવી હોય છે. ફરક માત્ર મહિના અને દિવસનો છે. ચંદ્રમા કોઇ રાશિમાં અઢી દિવસ સુધી રહે છે. તો શનિ કોઇ પણ રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે.
આ ઉપરાંત શનિની સાડાસાતી પણ જાતકોને પ્રભાવિત કરે છે. હાલમાં શનિ તેની રાશિ કુંભમાં વિચરણ કરી રહ્યો છે. શનિની આવી સ્થિતિ 30 વર્ષ બાદ બની છે. હવે શનિની રાશિમાં ચંદ્રમા 15 એપ્રિલથી આવશે, તેથી વિષ યોગનું નિર્માણ થઇ રહ્યુ છે. વિષ યોગના કારણે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. જો કુંડળીમાં આ યોગ બની રહ્યો હોય તો સુખી શાંતિ સમાપ્ત થાય તેવી પરિસ્થિતિ આવી શકે છે.
આ રાશિ પર થશે અસર
આ યોગની અસર આવનારા અઢી મહિનામાં કર્ક, કન્યા અને વૃશ્ચિક રાશિ પર પડશે.આ રાશિના લોકોને શનિ અને ચંદ્રમાના વિવિધ ઉપાયોથી લાભ થશે. આ યોગના પ્રભાવને ઘટાડવા માટે શનિ મંદિરમાં જાવ અને તેલનો દીવો કરો. શનિવારના દિવસે ખાંડ ન ખાવ. શનિવારે કુતરાને ગોળ અન રોટલી ખવડાવો. આ ઉપરાંત ભગવાન શિવના મંદિરમાં જઇને ગાયત્રી મંત્રનો જાપ કરો. આ ઉપાયોથી શનિ સાડાસાતી વાળા લોકોને પણ લાભ થશે. ઢૈયા વાળા લોકો પણ શનિવારના દિવસે આ ઉપાયો કરશે તો તેમને પણ લાભ થશે.
આ પણ વાંચોઃ કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર ! અમદાવાદમાં આ તારીખે યલો એલર્ટ